January 22, 2025

12 ફેઈલ આરોપીનું કારસ્તાન, ચૂંટણીફંડના નામે પડાવ્યા લાખો રૂપિયા

મિહિર સોની, અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઇને દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ ચુંટણી પહેલા ચુંટણીફંડના નામે લોકો પાસેથી રુપિયા પડાવનારી ગેંગ ઝડપાઈ છે. ટેક્સ બેનિફિટ આપવાની લાલચ આપી NCPના નામે રુપિયા પડાવ્યા હતા. 86 લોકો સાથે NCPના નામે રુપિયા મેળવી ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો છે. મહત્વનું છે કે 12 ફેઈલ આરોપીનુ આ કારસ્તાન સામે આવતા સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી છે..

NCPના નામે ચુંટણી ફંડ મેળવી ટેક્સ રીબેટ આપવાની લાલચે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે..નેચર્સ સિરિયલ પેકેજીંગ એટલે કે NCP ના ભળતા નામે બેંક અકાઉન્ટ ખોલી ઠગાઈ કરવામાં આવી હતી.. સાયબર ક્રાઈમે ગુનો નોંધી મોહમંદ આમીર શેખ નામના આરોપીની ધરપકડ કરી છે..છેલ્લા 6 મહિનાથી એકાઉન્ટ ખોલી સોશિયલ મિડીયા પર જાહેરાત કરી લોકો ના રુપિયા મેળવી ઠગાઈ આચરતા હોવાનું સામે આવ્યું છે.

સાયબર ક્રાઈમે ગુનો નોંધી વટવા રહેતો મોહમદ આમીરની ધરપકડ કરી. તેમજ બંધન બેંકના એકાઉન્ટની તપાસ કરતા નવેમ્બર 2023 પછી આ એકાઉન્ટમાં 2 કરોડ 80 લાખ રુપિયા જમા થયા હતા. જે રુપિયાના બદલે આરોપી 10 ટકા રકમ મેળવી અન્ય રોકડ રુપિયા પરત આપતા અને NCPના નામે બનાવટી પહોંચ પણ આપતા હતા. જેથી લોકો તેને સાચુ માની ચુંટણી ફંડના નામે રકમ આપતા હોવાનો ખુલાસો થયો છે. ત્યારે ટેક્ષ ભરનારા આવક ઉપર ઈન્કમટેક્સ 100% રીબેટ આપવાનું પ્રલોભન આપી બેંક એકાઉન્ટમાં પાર્ટીના નામે લોકોનું ઓનલાઈન ડોનેશન મેળવ્યું હતું. જેમાં લોકોને ઈન્કમટેકસમાં બાદ લેવા માટે પાર્ટી ફંડમાં પૈસા જમાં કરાવતા હોય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ગુનામાં વપરાયેલુ એકાઉન્ટ અન્ય એક યુવકને નોકરી આપવાના બહાને આરોપી આમિરે બોલાવીને તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવી દીધું છે અને તેનો ઉપયોગ છેતરપિંડીમાં થયો હોવાનું સામે આવ્યું છે.

ઝડપાયેલા આરોપી આમીરની પુછપરછ કરતા સામે આવ્યુ કે તે ખાનગી ફાયનાન્સ કંપનીમાં ડિમેટ એકાઉન્ટ ખોલવાનુ કામ કરે છે. તે પહેલા તે ઈવેન્ટ મેનેજ્મેન્ટ નું પણ કામ કરતો હતો.. આ સાથે જ રુપિયાની હેરફેર થતા સાયબર ક્રાઈમ આવકવેરા વિભાગને આ અંગે માહિતી આપશે અને આ ગુનામા અન્ય આરોપીની ધરપકડ થાય અને વધુ આરોપી પકડાય તેવી શક્યતા જોવાઈ રહી છે.