May 5, 2024

YouTubeનું ભવિષ્ય હવે જોખમમાં!

અમદાવાદ: ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક હવે YouTube નું ભવિષ્ય જોખમમાં લાવશે તેવું લાગી રહ્યું છે. કારણ કે મસ્ક ટૂંક સમયમાં SmartTV માટે X TV એપ લોન્ચ કરવાના હોવાની વિગતો મળી રહી છે.

યુટ્યુબને ટક્કર આપશે
મસ્કની નવી એપ સૌથી મોટા વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબને ટક્કર આપશે. આ પ્લેટફોર્મ YouTube જેવું જ હશે. જેના કારણે યુટ્યુબને હવે સમસ્યા થઈ શકે છે. કંપનીના સીઈઓએ આ વિશે માહિતી આપી હતી કે તમામ યુઝર્સને તેમાં રસપ્રદ કન્ટેન્ટ જોવા મળશે. એલોન મસ્ક હમેંશા ચર્ચામાં રહે છે. તેમાં પણ તેમણે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ખરીદ્યું છે. ત્યારથી તે એક યા બીજી બાબતને લઈને ચર્ચામાં રહે છે.

આ પણ વાંચો: હવે વોટ્સએપમાં ફોટો અને વીડિયો ઈન્ટરનેટ વગર મોકલો!

ટેલિકાસ્ટ કરવામાં આવશે
X CEO લિન્ડા યાકેરિનો વતી માહિતી આપતા જણાવ્યું કે કંપની થોડા જ સમયમાં નવી એપ લોન્ચ કરવાની છે. જેનું નામ X TV એપ છે. આ નવી એપની મદદથી આકર્ષક કન્ટેન્ટને સ્માર્ટ ટીવી પર યુઝર્સને ટેલિકાસ્ટ કરવામાં આવશે. કંપનીનું માનવું છે કે આ નવી એપથી યુઝર્સને મોટી સ્ક્રીન પર વીડિયો સ્ટ્રીમિંગનો નવો અનુભવ લોકોને મળશે. કહેવામાં આવી રહ્યું છે કે YouTube કરતા પણ સારૂ પ્લેટફોર્મ આવી રહ્યું છે. જે ચોક્કસ YouTubeને ટક્કર મારશે.

ટીઝર બહાર પાડ્યું
કંપનીએ તેના X News સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પર આ માહિતી શેર કરી છે. X TV એપનું આ ટીઝર માત્ર 10 સેકન્ડનું મૂકવામાં આવ્યું છે. તેને જોઈને લાગે છે કે તે મોટા સ્ક્રીન પર યુટ્યુબનું લેઆઉટ બતાવશે. આ એપમાં યુઝર્સને તેમના મોબાઈલ કન્ટેન્ટન તો મળશે પરંતુ તેની સાથે મોટા સ્ક્રીન ટીવી પર કાસ્ટ કરવાની સુવિધા પણ મળશે. જોકે હજૂ કંપનીએ તેની તારીખની જાહેરાત કરી નથી. X TV એપ પર યૂઝર્સને ટ્રેન્ડિંગ ફીચર્સ લાવશે. જે YouTube કરતા પણ વધારે સારા ફીચર્સ હશે. આ વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મમાં AI સંચાલિત ટૂલ્સ પણ જોઈ શકે છે.