January 16, 2025

તમારી ભૂલ ચશ્માના નંબર વધારી શકે છે, જાણો કેવી રીતે

Eye Tips: આંખો નબળી થવાના મામલામાં ઘણો વધારો થઈ રહ્યો છે. પહેલાના સમયમાં એક ઉંમર પછી લોકોને ચશ્માના નંબર આવતા હતા, પરંતુ આજે નાની ઉંમરે લોકોને ચશ્માના નંબર જોવા મળી રહ્યા છે. તેની પાછળના કારણ વિશે વાત કરવા જઈએ તો સ્ટ્રેસ, પોલ્યુશન, એલર્જી અને ઉંમર સંબંધિત સમસ્યાઓ છે. આ ઉપરાંત આપણે પણ કેટલીક ભૂલો કરી રહ્યા છીએ. જેના કારણે વર્તમાન સમયમાં લોકો આંખની સમસ્યા અને નંબરમાં વધારો કરી રહ્યા છે. આપણી આંખો આપણા શરીરના મોત સમાન છે. તેની કાળજી લેવી ખુબ જ જરૂરી છે.

લાંબુ સ્ક્રીન ટાઈમ
આજના સમયમાં મોટા ભાગના લોકો કંપ્યુટરમાં કામ કરતા સમયે 9 કલાકથી વધારેનો સમય પસાર કરે છે. જો કામમાંથી સમય મળે તો ફોનની સ્કીનમાં કલાકો કાઠી નાખે છે. આ કારણે પણ આંખો ઝડપથી નબળી થવા લાગે છે.

યોગ્ય ડાયટ ન કરવું
હેલ્દી લાઈફ માટે યોગ્ય ડાયટ લેવી જોઈએ. જો યોગ્ય ડાયટ લેવામાં ન આવે તો શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે. જે તમારી આંખ માટે ખુબ જ નુકસાનકારક છે. આથી જ પોષક તત્વોથી ભરપૂર ફૂડ ડાયટમાં શામિલ કરવું ખુબ જ જરૂરી છે.

પૂરતું પાણી ન પીવું
શરીરમાં પાણીની ઉણપને કારણે આંખો પર ખરાબ અસર પડે છે. ડિહાઈડ્રેશનને કારણે આંસુમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે આંખોમાં શુષ્કતા, સોજો વગેરે જેવી સમસ્યાઓ વધવા લાગે છે. જે નબળી દ્રષ્ટિનું કારણ બને છે.

ધૂમ્રપાનની આદત
જે લોકોને ધૂમ્રપાનની આદત હોય છે તેમની આંખોની રોશની ઓછી થવાની શક્યતા વધુ હોય છે. આ સિવાય ધૂમ્રપાન પણ ઘણી ગંભીર બીમારીઓનું કારણ બને છે. તેથી વ્યક્તિએ આ ખરાબ આદતથી જલદીથી છૂટકારો મેળવવો જોઈએ.

સનગ્લાસ પહેરવાનું ટાળો
તડકામાં બહાર જતી વખતે ચશ્મા ન પહેરવા. આ સૌથી સામાન્ય ભૂલ છે જે મોટાભાગના લોકો કરે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો અને બહારની ધૂળને કારણે તમારી આંખોને નુકસાન થાય છે.