May 20, 2024

અચાનકથી બદલાઈ રહેલી ઋતુમાં આ રીતે રાખો સ્વાસ્થ્યનું ધ્યાન

Viral Infection: ઋતુમાં બદલાવ અને તાપમાનમાં થતા વધધટના કારણે ઈમ્યુનિટી સિસ્ટમ પર અસર પડે છે. જેના કારણે શરીરમાં વાયરસ સંક્રમણનો ખતરો વધી જાય છે. મોટા ભાગના કેસમાં ઋતુમાં ફેરફેરાના કારમે રેસ્પિરેટરી ઈન્ફકેશન વિકસિત થવાનો ખતરો વધી જાય છે. તેમાંથી એકમાં છે ઈન્ફ્લુએન્ઝા કે ફ્લુ. આ ફ્લુને મોસમી ફ્લુ પણ કહેવામાં આવે છે. આ અંગે ડોક્ટર સાથે વાત કરતા જાણવા મળ્યું કે, આ સંક્રમણના કારણે વ્યક્તના ફેફસા, નાક અને ગળાને પ્રભાવિત કરે છે. જેના કારણે નાક બંધ થઈ જવું, ગળામાં ખરાશ થવી, ઉધરસ, છાતીમાં દુખાવો, માથામાં દુખાવો અને તાવ આવવા જેવા લક્ષણો જોવા મળે છે. આ વાયરસ વૃદ્ધ, નાના બાળકો, સગર્ભા મહિલાઓ અને ઓછી રોગપ્રતિકારક શક્તિના લોકોને સરળતાથી થઈ જાય છે.

નિમોનિયાનું જોખમ
વાયરલ સંક્રમણમાં નિમોનિયા એક ગંભીર સમસ્યા છે. જેમાં તમારા ફેંફસા ગંભીર રીતે સંક્રમિત થઈ શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. નિમોનિયાના કારણે છાતીમાં દુઃખાવો, ઉધરસ અને ઓછી ભૂખ લાગવી, થાક લાગવા જેવા લક્ષણો જોવા મળે છે. એવા સમયે તમારે બદલાતી ઋતુ સમયે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ ઋતુમાં ખાસ કરીને પોતાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવો. વિટામિન સી વાળી વસ્તુઓને ખાવી જોઈએ. જેનાથી તમારી ઈમ્યુનિટીમાં વધારો થશે.

કેવી રીતે કરશો બચાવ?
બદલાતી ઋતુમાં વાયરલ સંક્રમણથી બચવું ખુબ જ જરૂરી છે. બદલાતી ઋતુની સાથે સ્વાઈન ફ્લુના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. અચાનકથી ગરમ કપડા પહેરવાનું બંધ ન કરવું જોઈએ. આવુ કરવાથી સંક્રમણ થવાની સંભાવના વધી જાય છે. શ્વાસથી જોડાયેલી નાની સમસ્યા અનુભવાય એટલે ગરમ પાણીના કોગળા કરો, સ્ટીમ લો, પોતાના શરીરને હાઈડ્રેટ રાખવા માટે ભરપુર માત્રમાં પાણી પીવું જોઈએ.

ડાયટનું રાખો ધ્યાન
પોતાની ઈમ્યુનિટીને મજબુત કરવા માટે એક પૌષ્ટિક આહારનું સેવન કરો. આ સાથે સમયસર અને પુરતી માત્રામાં ઊંઘ લેવી. વાયરલ સંક્રમણના લક્ષણો પર ધ્યાન આપતા રહેવું. જો લક્ષણો ગંભીર થવા લાગે તો, તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.