May 8, 2024

માત્ર 100 રૂપિયાની ગોળી કેન્સરને પુનરાવર્તિત થતા અટકાવશે!

Tata Memoral Hospital: મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટ જે કેન્સર સંશોધન અને સારવાર માટે જાણીતું કેન્દ્ર છે. તેમણે દાવો કર્યો છે કે હોસ્પિટલમાં એક એવી દવાની શોધી કરવામાં આવી છે જે કેન્સરને પુનરાવર્તિત થતા અટકાવશે. 10 વર્ષની મહેનત પછી સંશોધકો અને ડોક્ટરોએ એક એવી ગોળી બનાવી છે. જે બીજી વખત કેન્સર થવાના જોખમને ઘટાડશે. તે ઉપરાંત રેડિયેશન અને કીમોથેરાપી જેવી સારવારની આડ અસરોને પણ 50% સુધી ઘટાડી દેશે.
ટાડશે.

આ ગોળી કેવી રીતે કામ કરે છે?
સંશોધકોના જણાવ્યા મુજબ મૃત્યુ પામતા કેન્સરના કોષો નાના ટુકડાઓમાં વિભાજીત થાય છે. જેને ક્રોમેટિન કણો કહેવાય છે. આ કણો લોહીના પ્રવાહ દ્વારા શરીરના અન્ય ભાગોમાં જઈ શકે છે. જે તંદુરસ્ત કોષોને કેન્સર ગ્રસ્ત બનાવે છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સંશોધકોએ ઉંદરોને રેઝવેરાટ્રોલ અને કોપર (R+Cu) ધરાવતી ગોળીઓ આપી. R+C શરીરમાં એવા પદાર્થો ઉત્પન્ન કરે છે. જે ક્રોમેટિન કણોનો નાશ કરે છે.

ગોળીના ફાયદા
– ડોક્ટરોનો દાવો છે કે આ ગોળી કીમોથેરાપીની આડ અસરને 50% ઘટાડી શકે છે.
– કેન્સરનું પુનરાવર્તિત થવાની શક્યતા 30% ઘટાડી શકે છે.
– તે સ્વાદુપિંડ, ફેફસા અને મોઢાના કેન્સર માટે પણ અસરકારક સાબિત થઈ શકે છે.
– તેની કિંમત માત્ર ₹100 હશે.

હવે આગળ શું?
– આ ગોળી હજુ પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSAI)ની મંજૂરીની રાહ જોઈ રહી છે.
– મંજૂરી મળ્યા બાદ તે જૂન-જુલાઈથી બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે.
જોકે, કેન્સરને રોકવા અને તેની અસરકારકતાને માણસના શરીર પર પરિક્ષણ કરવામાં હજું 5 વર્ષનો સમય લાગી શકે છે.