May 3, 2024

ગરમીમાં પણ ખરાબ થઈ શકે છે તમારા વાળ

Hair Care: ગરમીની ઋતુમાં સૌથી વધારે પ્રભાવિત સ્કિન અને ચહેરા પર થાય છે, પરંતુ ગરમીમાં સ્કિનની સાથે વાળ પર પણ અસર થાય છે. મહત્વનું છે કે ધુળ અને પરસેવાના કારણે વાળની નરમાઈ ઓછી થઈ જાય છે. એવામાં ત્વચાની સાથે સાથે વાળની પણ ધ્યાન રાખવી ખુબ જ જરૂરી છે. સુરજના કિરણો વાળની ક્યૂટિકલને નષ્ટ કરે છે. જેના કારણે ટુટવા લાગે છે. આ ઋતુમાં ભર તડકામાં તમારે બહાર જવાનું થાય તો એકદમ બરાબર ઓઢીને જાઓ.

વાળને ટાઈટ ન બાંધો
ગરમીની ઋતુમાં વાળને ટાઈટ ના બાંધો. જેટલું પણ થઈ શકે તેટલું વાળને ઢીલુ બાંધો. ગરમીઓમાં ચોટી કે પોની ટેલ જેવી ટાઈટ હેયર સ્ટાઈલ કરવાથી બચો. તેના કારણે વાળમાં પસીનો થાય છે. જેના કારણે ડેન્ડ્રફ અને ઈન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે.

આ પણ વાંચો: પહેલા તબક્કામાં વોટિંગ બાદ PM મોદીની પ્રતિક્રિયા, NDAને રેકોર્ડ બ્રેક વોટ

માથામાં સ્કાર્ફ બાંધો
ગરમીની ઋતુમાં બપોરના સમયે ઘરની બહાર જવાનું થાય તો સૂર્ય કિરણથી બચવું ખુબ જ જરૂરી છે. વાળને ઢાકવા માટે સ્કાર્ફનો ઉપયોગ કરો. જો તમારે તડકામાં બહાર ક્યાંય જવુ હોય તો વાળ અને માથાને કોઈક વસ્તુથી ઢાકીને બાંધીને બહાર જાઓ. આજકાલ ઘણા ટ્રેન્ડી સ્કાર્ફ મળી રહે છે.

સ્ટાઈલિંગ પ્રોડક્ટ
ગરમીમાં તમે પોતાના સ્ટાઈલિંગ પ્રોડક્ટથી દુર રહેજો. વાળમાં સ્ટ્રેટનર, બ્લો ડ્રાઈ, પર્મિંગ અને કેરેટિન જેવી હેર ટ્રિટમેન્ટથી દુર રહેવું જોઈએ. તમારા વાળ ફ્લેટ અને ઓઈલી વગરનું હોવું જોઈએ. આ માટે હેયર સિરમનો ઉપયોગ કરવાનું ટાળો.

કંડીશનર લગાવો
કંડીશનરથી તમે વાળને ડેમેજ થતા અટકાવી શકો છો. તે વાળમાં સુરક્ષા કવચનું કામ કરે છે. આ માટે વાળની સુરક્ષા માટે શેમ્પુ પછી કંડીશનરનો ઉપયોગ જરૂર કરો. આથી વાળને પોષણ મળે છે. જેના કારણે વાળ સુવાળા બની રહે છે.