May 9, 2024

WhatsApp પર આ રીતે બ્લુ ટિકને કરો ગાયબ!

અમદાવાદ: આજના સમયમાં મોટો ભાગના લોકો વ્હોટ્સએપનો વપરાશ કરે છે. જેના કારણે લોકોને રોજ આ એપ પર નવા નવા અપડેસની અપેક્ષાઓ વધી ગઈ છે. ઘણી વખત તમને કોઈ મેસેજ કરે છે અને તમે તેમને વાંચીને બ્લુ ટિકને છુપાવા માંગો છો? તો તમે આ રીતે કરી શકો છો.

આ રીતે કરો બંધ
વોટ્સએપ આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. મોટા ભાગના લોકો કોઈ પણ ફાઈલ આ એપ થકી શેર કરે છે. લોકો વધારે વપરાશ કરતા થયા છે તો તેની સામે સેફટી રાખવી પણ એટલી જ જરૂરી બની છે. ઘણી વખત એવું થતું હોય છે કે રોજ કોઈના કોઈના કામ વગરના મેસેજ આવતા રહે છે. જેના કારણે આવા મેસેજ વાંચવાનું મન થતું નથી અથવા તો આવા મેસેજને વાંચીને જવાબ આપવાનું મન થતું નથી. તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને આજે એવી ટીપ્સ જણાવીશું જેના થકી સામે વાળા વ્યક્તિને ખબર નથી પડતી કે તમે એનો મેસેજ વાંચી લીધો છે કે નહીં.

આ પગલાં અનુસરો
સૌથી પહેલા WhatsApp ખોલો અને સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે હાજર થ્રી-ડોટ મેનૂ આઇકોન પર ટેપ તમારે કરવાનો રહેશે. ત્યાર બાદ તમારે ડ્રોપડાઉન મેનૂમાંથી સેટિંગ્સ પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે સેટિંગ્સ ઓપ્શન પર જાઓ અને પ્રાઈવસી પર ટેપ કરવાનું રહેશે. પ્રાઈવસી ટેપ કરતાની સાથે તમારે ‘રીડ રિસિપ્ટ્સ’ વિકલ્પ પર જવાનું રહેશે. બસ આ રીતે કરવાથી તમે કોઈના મેસેજ વાંચો છો તો સામે વાળાને ખબર નહીં પડે કે તમે તેનો મેસેજ વાંચી લીધો છે.