November 17, 2024

Delhiમાં આજે યલો એલર્ટ, જાણો કેવું રહેશે Gujaratનું હવામાન

IMD Weather Forecast Today: દેશમાં મોટા ભાગના વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આકરી ગરમીના કારણે ઝાડા ઉલ્ટીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ આ વખતે આકરી ગરમી પડી રહી છે.

હવામાન વિભાગની આગાહી
શનિવારે દિલ્હી-એનસીઆરનું આકાશ સ્વચ્છ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે દિલ્હીનું તાપમાન આજે 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ભારે ગરમીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. બિહારના તાપમાનની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં પણ લોકો ગરમીથી કંટાળી ગયા છે. સતત હવામાન ગરમ જોવા મળી રહ્યું છે. સાંજના સમયે પણ અહિંયા વાતાવરણ ગરમ જોવા મળે છે. આજના દિવસે બિહારમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.

યુપીમાં આવું રહેશે
હીટવેવ અને ગરમીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ગરમી પડવાના કારણે લોકોને ઘરની બહાર નિકળી શકાય તેવી સ્થિતિ નથી. વોર્મ નાઈટ એલર્ટના કારણે લોકોને રાત્રે નિંદર પણ આવી રહી નથી. યુપી અને આસપાસના વિસ્તારમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે પશ્ચિમ યુપીમાં હીટવેવનો કહેર યથાવત રહેશે.

આ પણ વાંચો: દિલ્હીમાં વરસાદની શક્યતા, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

ગુજરાતમાં હવામાન
ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં એપ્રિલ અને મે મહિનો ખૂબ ગરમ રહે છે. પરંતુ આ વખતની સિઝનમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે. મે મહિનામાં વધારે ગરમી પડે છે. પરંતુ આ વખતે દર વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવનાર ત્રણ દિવસ સુધી તાપમાન ઘટે તેવા સંકેટ મળી રહ્યા નથી. દીવ, જૂનાગઢ, કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હીટવેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.