December 23, 2024

મહિલા T20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ચોથી વખત બની આવી અજાયબી

Women’s T20 World Cup: યુએઈમાં રમાઈ રહેલા આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ મેચ પુર્ણ થઈ ગઈ છે. સેમિફાઈનલમાં જે ટીમ પહોંચવાની છે તે ટીમ નક્કી થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ ચોથી વખત છે જ્યારે કોઈ એશિયન ટીમ આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી શકી નથી.

નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું
ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024માં સેમિફાઇનલ માટે પોતપોતાની જગ્યા નક્કી કરી લીધી છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ગ્રુપ-Aમાંથી જ્યારે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ-Bમાંથી પહોંચ્યા છે. આ મેચ દરમિયાન ભારત પાસે સારા પ્રદર્શનની આશા હતી પરંતુ નિરાશા હાથ લાગી હતી. ભારતની સાથે ટીમ પાકિસ્તાન અને શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ પાસે પણ અપેક્ષા રાખવામાં આવી રહી હતી. પરંતુ આ તમામ ટીમ પાસેથી નિરાશાજનક પ્રદર્શન જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ચોથી વખત
મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ચોથી વખત એશિયામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ છેલ્લા 4 વર્ષની જેમ ચારેય વખત એશિયન ટીમો સેમીફાઈનલમાં પહોંચી શકી નથી. પહેલી વખત શ્રીલંકાએ મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું તે સમયે ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમોએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયન ટીમે ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. આ પછી વર્ષ 2014 માં, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા દ્વારા મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કરાયું હતું. જેમાં દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડે અને વેસ્ટ ઈન્ડિઝે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું. આ સમયે ઓસ્ટ્રેલિયન ટીમે ખિતાબ જીત્યો હતો. જ્યારે વર્ષ 2016માં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યુઝીલેન્ડની ટીમો સેમિફાઈનલમાં પહોંચી હતી. આ વખતે ફરી એવું જ જોવા મળ્યું હતું. એશિયન ટીમો વર્ષ 2024માં UAEમાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં જગ્યા બનાવવામાં અસફળ રહી નથી.