December 24, 2024

આ આંકડાને કારણે ધવન કહેવાતો Mr.ICC

Shikhar Dhawan Retirement: ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. જોકે ધવન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. તેણે લાસ્ટ ટેસ્ટ વર્ષ 2018માં રમી હતી. છેલ્લી ODI 2022માં અને છેલ્લી T20 ઈન્ટરનેશનલ 2021માં રમી હતી. જોકે, ધવનને મિસ્ટર આઈસીસી તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને થશે કે કે કેમ ધવનને મિસ્ટર આઈસીસી તરીકે ઓળખવામાં આવે છે આવો જાણીએ.

જાણો શા માટે ધવનને મિસ્ટર ICC કહેવામાં આવે છે?

  • ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2013 માં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા
  • ભારત માટે સૌથી વધુ રન એશિયા કપ 2018 માં બનાવ્યા
  • ICC ODI વર્લ્ડ કપ 2015 માં ભારત માટે સૌથી વધુ બનાવ્યા
  • ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2017 માં

આ પણ વાંચો: IND અને ENG ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ જાહેર, ટીમ ઈન્ડિયાની થશે ખરી કસોટી

2013ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધવનનું પ્રદર્શન

  • પાકિસ્તાન સામે 41 બોલમાં 48
  • સાઉથ આફ્રિકા સામે 94 બોલમાં 114 રન
  • આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં 31 રન.
  • વેસ્ટ ઈન્ડિઝ સામે 107 બોલમાં અણનમ 102 રન
  • આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં 68 રન

ક્રિકેટ સફરનો અંત
શિખર ધવને 2010માં ઓસ્ટ્રેલિયા સામેની ODI મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ડેબ્યૂ મેચની શરૂઆત સારી રહી ન હતી. તે ઈનિંગના બીજા બોલ પર કોઈ રન બનાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. આ પછી, 2011માં તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું. તેણે 2013માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં ધવને 187 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, 14 વર્ષ બાદ તેણે હવે તેની ક્રિકેટ સફરનો અંત આણ્યો છે.