July 1, 2024

Pakistanને હરાવનાર ભારતીય મૂળનો ખેલાડી સૌરભ નેત્રાવલકર કોણ છે?

T20 WC: ગઈ કાલની મેચ જબદરસ્ત રહી હતી. આ મેચ તો અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે હતી. અમેરિકામાં પણ ભારતીય ખેલાડીઓ છે જેણે પાકિસ્તાનના ખેલાડીઓને ખેલાડીઓને ધૂળ ચટાડી હતી. અમેરિકા તરફથી રમતા સૌરભે પાકિસ્તાનને ધોળા દિવસે બતાવ્યા તારા બતાવ્યા છે. આ મેચ દરમિયાન સૌરભ નેત્રાવલકર ચર્ચામાં આવ્યા છે. પંરતુ તમને ખબર છે કે પાકિસ્તાનને હરાવનાર સૌરભ નેત્રાવલકર કોણ છે? આવો જાણીએ.

ઈતિહાસ રચ્યો
અમેરિકાએ T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ A મેચમાં 2009ના ચેમ્પિયન પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને ઈતિહાસ રચી દીધો હતો. આ મેચનું આયોજન ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. પ્રથમ ટોસ અમેરિકાની ટીમે જીત્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. આ મેચ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટને સૌથી વધારે રન બનાવ્યા હતા. અમેરિકાની ટીમ કેપ્ટન મોનાંક પટેલે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. આ રીતે મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.

સર્વશ્રેષ્ઠ બોલિંગ
સૌરભનો જન્મ 1991માં મુંબઈમાં થયો હતો. સૌરભના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધી અમેરિકા માટે 29 T20 અને 48 ODI આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. T20 આંતરરાષ્ટ્રીયમાં તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 12 રનમાં પાંચ વિકેટ છે. તેના નામે એક ફર્સ્ટ ક્લાસ મેચ છે. આ સમયે ટોટલ લીગ અને આંતરરાષ્ટ્રીય T20 સહિત તેના નામે 29 મેચ છે.

આ પણ વાંચો: PAK vs USA: ભારતીય ખેલાડીઓએ અમેરિકન ટીમમાંથી પાકિસ્તાનને આપી ‘હાર’

રમી ચૂક્યો છે
અમેરિકા માટે સૌરભ નેત્રાવલકર બોલિંગ કરવા આવ્યો હતો. ત્યારે તેણે પાકિસ્તાનને માત્ર 13 રન જ બનાવવા દીધા હતા. આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે. સૌરભે સુપર ઓવર પહેલા ચાર ઓવરના ક્વોટામાં સારી બોલિંગ કરી હતી. સૌરભે સુપર ઓવર પહેલા તેણે જોરદાર બોલિંગ કરી છે. મોહમ્મદ રિઝવાન અને ઈફ્તિખાર અહેમદની બે વિકેટ પણ લીધી હતી. સૌરભ ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ પણ રમી ચૂક્યો છે.