January 19, 2025

કંગના અને અરુણ ગોવિલમાંથી કોણ વધારે અમીર? જાણો તેમની નેટવર્થ

મુંબઈ: કંગના રનૌતે ભાજપમાં જોડાઈને રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો છે. અભિનેત્રી હિમાચલ પ્રદેશના મંડીથી 2024ની લોકસભા ચૂંટણી લડશે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા અરુણ ગોવિલ પણ આ વખતે ભાજપ તરફથી ચૂંટણી લડવા તૈયાર છે. પાર્ટીએ અભિનેતાને મેરઠ સીટથી ઉમેદવાર બનાવ્યા છે.

કંગના રનૌતની વાત કરીએ તો તેણે ફિલ્મ ‘ગેંગસ્ટર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે ‘ક્વીન’, ‘પંગા’, ‘ધાકડ’, ‘મણિકર્ણિકા’, ‘તનુ વેડ્સ મનુ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. અભિનેત્રીની કેટલીક જ ફિલ્મો સફળ રહી પરંતુ કંગનાએ તેની ફિલ્મી કરિયરમાં ઘણું નામ અને પૈસા કમાયા છે તો આ વચ્ચે કંનાની નેટવર્થ અંગે જાણીશું.

કંગના રનૌત નેટવર્થ
કંગના રનૌત વૈભવી લાઇફસ્ટાઇલ જીવે છે. તેમની પાસે કરોડોની સંપત્તિ છે. અહેવાલ અનુસાર, અભિનેત્રી પાસે મુંબઈમાં 5BHK એપાર્ટમેન્ટ છે જેની કિંમત 20 કરોડ રૂપિયા છે. આ સિવાય કંગના પાસે મનાલી પાસે 30 કરોડ રૂપિયાનો આલીશાન બંગલો છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

ઘર સિવાય કંગના એક ઓફિસની પણ માલિક છે. આ ઓફિસ પાલી હિલ્સમાં છે, જેની કિંમત 48 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અભિનેત્રી હાલમાં 95 કરોડની સંપત્તિની માલિક છે.

કંગના પાસે મોંઘી કારોનું કલેક્શન
કંગના રનૌત પાસે લક્ઝુરિયસ કારનું પણ સારું કલેક્શન છે. તેની પાસે રૂ. 35 કરોડની કિંમતની BMW 7 સિરીઝ અને રૂ. 75 લાખની મર્સિડીઝ-બેન્ઝ GLE SUV પણ છે. આ ઉપરાંત, અભિનેત્રી પાસે રૂ. 2.69 કરોડથી રૂ. 3.40 કરોડની કિંમતની મર્સિડીઝ મેબેક એસ-ક્લાસ અને રૂ. 34.75 લાખથી રૂ. 43.61 લાખની વચ્ચેની Audi Q3ની પણ માલિક છે.

કંગનાનો પરિવાર
કંગના રનૌતનો જન્મ હિમાચલ પ્રદેશના મંડીમાં થયો હતો. અભિનેત્રી રાજપૂત પરિવારની છે. તેના પિતા અમરદીપ રનૌત એક બિઝનેસમેન છે જ્યારે માતા આશા રનૌત સ્કૂલ ટીચર છે. કંગનાને એક મોટી બહેન રંગોલી ચંદેલ અને નાનો ભાઈ અક્ષત પણ છે. આ સિવાય કંગનાના પૂર્વજોનો રાજકારણ સાથે ઊંડો સંબંધ છે. અભિનેત્રીના પરદાદા ધારાસભ્ય હતા અને તેમના દાદા આઈએએસ અધિકારી હતા.

અરુણ ગોવિલ નેટવર્થ
અરુણ ગોવિલ પાસે પણ પૈસાની કોઈ કમી નથી. રામ તરીકે જાણીતા ટીવી એક્ટર પાસે 41-49 કરોડ રૂપિયાની સંપત્તિ છે. અરુણ ગોવિલે રામાનંદ સાગરની ‘રામાયણ’ સાથે નામ અને પૈસા કમાયા. સીરિયલ ‘રામાયણ’ના એક એપિસોડ માટે 51 હજાર રૂપિયા વસૂલતા હતા. અરુણે ઓહ માય ગોડ 2 માં ભૂમિકા ભજવી હતી જેના માટે તેણે 50 લાખ રૂપિયા ફી લીધા હતા.

અરુણ ગોવિલ પરિવાર
યુપીના મેરઠમાં જન્મેલા અરુણ ગોવિલના પિતા શ્રી ચંદ્ર પ્રકાશ ગોવિલ સરકારી અધિકારી હતા. અરુણના પરિવારમાં ત્રણ ભાઈ અને બે બહેનો છે. તેમના મોટા ભાઈએ બાળ કલાકાર અને દૂરદર્શન પર બોલિવૂડના પ્રથમ સેલિબ્રિટી ટોક શો ‘ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન’ના હોસ્ટ તબસ્સુમ સાથે લગ્ન કર્યા છે.