May 4, 2024

જાણો કોણ છે IS ખોરાસાન, જેણે રશિયામાં ઘુસી આતંકી હુમલો કર્યો

who is is khorasan terrorist attack entered Russia and killed 60 people

જાણો IS-ખોરાસનની રચના કેવી રીતે, ક્યારે અને શા માટે થઈ હતી.

અમદાવાદઃ રશિયાની રાજધાની મોસ્કોમાં એક કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલો થયો છે. જેમાં 60થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી હતી કે IS આતંકવાદીઓ રશિયા પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, તેની જવાબદારી લેતા તેમણે નાગરિકો અને રશિયન અધિકારીઓને ચેતવણી આપી હતી. જો કે તેમ છતાં આઈએસ-ખોરાસાને આ હુમલો કર્યો હતો. આવો જાણીએ ISની રચના ક્યારે, શા માટે અને કેવી રીતે થઈ…

ISIS-ખોરાસાનની રચના ક્યારે થઈ?
1999માં સ્થપાયેલી ISISનું રૂપ વર્ષ 2014માં દુનિયાએ જોયું. આ પહેલાં સીરિયા, ઈરાક કે અન્ય દેશોમાં તેનો કોઈ પ્રભાવ નહોતો. આઈએસ-ખોરાસન ISISની એક શાખા છે, તેની સ્થાપના જાન્યુઆરી 2015માં તાલિબાન અને અમેરિકાના કટ્ટર દુશ્મન ગણાતા તાલિબાનના પાકિસ્તાની સહયોગીના અસંતુષ્ટ સભ્યો દ્વારા કરવામાં આવી હતી. ખોરાસન શબ્દ એક પ્રાચીન પ્રદેશના નામ પર આધારિત છે. જેમાં એક સમયે ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઇરાકનો સમાવેશ થતો હતો. હાલમાં તે અફઘાનિસ્તાન અને સીરિયા વચ્ચેનો ભાગ છે.

આ પણ વાંચોઃ રશિયામાં આતંકી હુમલા મામલે PM મોદીનું ટ્વીટ – અમે રશિયા સાથે છીએ

ISISના ખોરાસાન મોડ્યુલને ‘ખોરાસન ગ્રુપ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જૂથમાં અલગ-અલગ વિચારધારા ધરાવતા આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા લોકો સામેલ છે. આ જૂથ મુખ્યત્વે સીરિયા અને ખોરાસાનથી ચલાવવામાં આવે છે. ISISનો પાયો બગદાદીએ 2006માં નાંખ્યો હતો. યુદ્ધ પછી અમેરિકાએ ઈરાકને સદ્દામ હુસૈનના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યું હતું. પરંતુ આ સ્વતંત્રતા પ્રાપ્ત કરતી વખતે, ઇરાક સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હતું. અમેરિકન સૈન્ય ઇરાક છોડતાંની સાથે જ ઘણા નાના જૂથોએ તેમની સત્તા માટે લડવાનું શરૂ કર્યું. તેમાંથી એક જૂથનો નેતા અબુ બકર અલ-બગદાદી હતો, જે ઇરાકમાં અલ-કાયદાનો વડા હતો. તે 2006થી ઇરાકમાં મેદાન તૈયાર કરવામાં વ્યસ્ત હતો, પરંતુ તે સમયે તેની પાસે ન તો પૈસા હતા, ન કોઈ મદદ, ન લડવૈયાઓ.

ત્યારબાદ 2011માં ઇરાકમાંથી અમેરિકન સૈન્ય પરત ફર્યું ત્યાં સુધીમાં તેણે ઇરાકી સરકારને બરબાદ કરી દીધી હતી. સદ્દામ માર્યો ગયો હતો. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું અને સૌથી મોટી વાત એ હતી કે, તેણે ઈરાકમાં એક ખાલી સત્તા છોડી દીધી હતી. સંસાધનોની અછતને કારણે બગદાદી તે સમયે વધુ સફળ થઈ શક્યો ન હતો. જો કે, ઈરાક કબજે કરવા માટે તેમણે અલ-કાયદા ઈરાકનું નામ બદલીને આઈએસઆઈ એટલે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક કરી દીધું હતું.

આ પણ વાંચોઃ મોસ્કોમાં આતંકવાદી હુમલોઃ 60 લોકોના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત

બગદાદીએ પોતાની સાથે સદ્દામ હુસૈનની સેનાના કમાન્ડરો અને સૈનિકોનો સમાવેશ કર્યો હતો. આ પછી તેણે પોલીસ, આર્મી ઓફિસ, ચેકપોઇન્ટ અને રિક્રુટિંગ સ્ટેશનને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં હજારો લોકો બગદાદી સાથે જોડાઈ ચૂક્યા હતા, પરંતુ હજુ પણ બગદાદીને ઈરાકમાં તે સફળતા મળી ન હતી. ઈરાકથી નારાજ બગદાદીએ સીરિયા જવાનું નક્કી કર્યું હતું. ત્યારે સીરિયા ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું હતું. અલ-કાયદા અને ફ્રી-સીરિયન આર્મી ત્યાંના બે સૌથી મોટા જૂથો હતા.

પહેલા ચાર વર્ષ સુધી બગદાદીને સીરિયામાં કોઈ મોટી સફળતા મળી ન હતી. ત્યારપછી તેણે ફરી એકવાર પોતાના સંગઠનનું નામ બદલીને ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા) કરી દીધું. જૂન 2013માં, ફ્રી-સીરિયન આર્મીના જનરલ પ્રથમ વખત આગળ આવ્યા અને વિશ્વને અપીલ કરી કે, જો તેમને શસ્ત્રો નહીં મળે તો તેઓ એક મહિનાની અંદર વિદ્રોહીઓ સાથેનું યુદ્ધ હારી જશે. આ અપીલના એક સપ્તાહની અંદર અમેરિકા, ઈઝરાયેલ, જોર્ડન, તુર્કી, સાઉદી અરેબિયા અને કતારએ ફ્રી-સીરિયન આર્મીને હથિયાર, પૈસા અને તાલીમ આપવાનું શરૂ કરી દીધું.

આ દેશોએ તમામ આધુનિક શસ્ત્રો, ટેન્ક વિરોધી મિસાઈલ, દારૂગોળો, બધું જ સીરિયા મોકલ્યું અને અહીંથી ISISના દિવસો બદલાઈ ગયા. હકીકતમાં જે હથિયારો ફ્રી-સીરિયન આર્મી માટે હતા, તે એક વર્ષમાં ISIS પાસે પહોંચી ગયા. કારણ કે ત્યાં સુધીમાં IS ફ્રી-સીરિયન આર્મીમાં ઘૂસણખોરી કરી ચૂક્યું હતું. આ ઉપરાંત ISએ સીરિયામાં સ્વતંત્રતા સેનાનીનો માસ્ક પહેરીને દુનિયાને છેતર્યા હતા. આ માસ્કની આડમાં ખુદ અમેરિકાએ પણ અજાણતા ISના આતંકવાદીઓને તાલીમ આપી હતી.

ISIS-ખોરાસાને ભૂતકાળમાં પણ અફઘાનિસ્તાનમાં ઘણા આતંકી હુમલાઓ કર્યા છે. 2021માં જ્યારે તાલિબાનોએ સત્તા સંભાળી લીધા પછી યુએસએ અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકોને પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે કાબુલ એરપોર્ટની બહાર બે આત્મઘાતી હુમલા થયા હતા. આ હુમલાઓમાં અમેરિકન મરીન કમાન્ડો સહિત ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા હતા. પાંચ અમેરિકન સૈનિકો સહિત 100થી વધુ લોકો ઘાયલ થયા છે.

આ આતંકવાદી સંગઠને મે મહિનામાં કાબુલમાં કન્યા શાળામાં થયેલા ઘાતક વિસ્ફોટની જવાબદારી લીધી હતી. જેમાં 68 લોકો માર્યા ગયા હતા અને 165 ઘાયલ થયા હતા. ISIS-ખુરાસાને જૂનમાં બ્રિટિશ-અમેરિકન HALO ટ્રસ્ટ પર પણ હુમલો કર્યો હતો, જેમાં 10 માર્યા ગયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા.