May 5, 2024

‘જ્યારે ચીને હુમલો કર્યો ત્યારે લડવાને બદલે નેહરુએ આસામને બાય-બાય કહ્યું’

Lok Sabha Elections 2024: આ દિવસોમાં તમામ પક્ષોના નેતાઓ લોકસભા ચૂંટણી 2024ની તૈયારીમાં વ્યસ્ત છે. વડાપ્રધાન મોદી દરરોજ 2-3 રાજ્યોની મુલાકાતે છે. નોંધનીય છે કે, પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામ પહોંચ્યા હતા જ્યાં તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ વિશે મોટો દાવો કર્યો હતો. મંગળવારે ઉત્તરપૂર્વમાં લખીમપુરમાં એક રેલીને સંબોધતા દાવો કર્યો હતો કે, ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ 1962માં ચીની હુમલા દરમિયાન આસામ અને અરુણાચલ પ્રદેશને ‘બાય-બાય’ કહ્યું હતું. તેણે આસામ છોડી દીધું હતું. આજે આસામના લોકો આને ભૂલી શકતા નથી.

રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, ‘પરિવર્તન શું છે, નરેન્દ્ર મોદીની સરકાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ ચીન એક ઇંચ પણ જમીન પર કબજો કરી શકતું નથી. સમગ્ર અરુણાચલ પ્રદેશ અને આસામ 1962ને ભૂલી શકે તેમ નથી.

આ પણ વાંચો: 500 વર્ષ બાદ રામનવમી પર સૂર્ય તિલકથી થશે રામલલાનો અભિષેક

અરુણાચલ પ્રદેશના નમસાઈમાં એક જાહેર રેલીને સંબોધતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ચીને અરુણાચલ પ્રદેશમાં 30 સ્થળોના નામ બદલીને તેની વેબસાઇટ પર પોસ્ટ કર્યા છે. હું મારા પાડોશીને કહેવા માંગુ છું કે નામ બદલવાથી કંઈ થવાનું નથી. જો આવતીકાલે આપણે ચીનના કેટલાક પ્રાંતો અને કેટલાક રાજ્યોના નામ બદલીએ તો શું તે વિસ્તારો ભારતનો ભાગ બની જશે? અમે અમારા પડોશીઓ સાથે સારા સંબંધો જાળવવા માંગીએ છીએ,પરંતુ જો કોઈ ભારતના સન્માનને ઠેસ પહોંચાડવાની કોશિશ કરે તો આજે ભારત પાસે તેને જવાબ આપવાની શક્તિ છે.’

શાહ પ્રદાન બરુઆને મળવા પહોંચ્યા હતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આસામના લખીમપુરથી ભાજપના વર્તમાન સાંસદ પ્રદાન બરુઆના પ્રચાર માટે પહોંચ્યા હતા. પાર્ટીએ તેમને સતત ત્રીજી વખત ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે તેમની સામે ઉદયશંકર હજારિકાને મેદાનમાં ઉતાર્યા છે.