January 23, 2025

ટીમ ઈન્ડિયામાં આ બોલરની થશે એન્ટ્રી?

Mayank Yadav Team India: આઈપીએલ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બોલર મયંક યાદવ ખૂબ જ ઓછા સમયમાં ચર્ચામાં આવ્યો હતો. આઈપીએલ દરમિયાન તેણે પોતાના ઝડપી બોલથી બધાને ચોંકાવી દીધા હતા. મયંકે આઈપીએલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. મયંક ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. હજૂ સુધી તેને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી નથી. આ વિશે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

જય શાહે કહી આ વાત
એક મીડિયા સાથેની વાતમાં જય શાહે કહ્યું કે, “હું આ સમયે મયંક યાદવ પર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી શકું તેમ નથી.” તે ટીમ ઈન્ડિયામાં જોડાશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. પરંતુ તેની પાસે ઘણી ક્ષમતા છે. તે ખૂબ જ સારો ઝડપી બોલર છે અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. હાલમાં તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટની તબિયત ફરી બગડી, વીડિયો આવ્યો સામે

શાનદાર પ્રદર્શન
મયંકે આઈપીએલ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 150 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે બોલિંગ કરી હતી. મયંકે ગત સિઝનથી આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું. તેણે અત્યાર સુધી માત્ર 4 આઈપીએલ મેચ રમી છે. આ દરમિયાન 7 વિકેટ ઝડપી છે. મેચમાં મયંકનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 14 રનમાં 3 વિકેટ લેવાનું હતું.મયંકનું એક મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. મયંકે એક ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમી છે. તેણે 14 T20 મેચમાં 19 વિકેટ લીધી છે. જો મયંક ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરશે તો તેને જલ્દી જ ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી શકવાની સંભાવનાઓ છે.