May 3, 2024

Google બનાવ્યું આજે ખાસ ડૂડલ!

અમદાવાદ: Google પોતાના વપરાશકર્તા માટે સ્પેશિયલ ડે પર ડૂડલ બનાવીને જે તે દિવસની ઉજવણી કરે છે. આજે ફરી વાર Google ડૂડલ બનાવ્યું છે. જેમાં Flat Whiteને લઈને કંઈક ખાસ બનાવામાં આવ્યું છે. આ Flat White સતત ટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીએ કે આ ફ્લેટ વ્હાઇટ છે શું?

ફ્લેટ વ્હાઇટ છે શું?
Google તો ડૂડલ બનાવી દીધું પરંતુ તમને સવાલ થતો હશે કે આ ફ્લેટ વ્હાઇટ છે શું? તો તમને જણાવી દઈએ કે ફ્લેટ વ્હાઇટ કોફીનો એક પ્રકાર છે જે એસ્પ્રેસો સાથે મિશ્રિત કરવામાં આવે છે. જેમાં દૂધનું પ્રમાણ વધુ હોય છે. હવે તમને સવાલ થતો હશે કે આ ફ્લેટ વ્હાઇટ આવ્યું કંયાથી તો તમને જણાવી દઈએ કે આ કોઈ આજની વાત નથી. વર્ષ 1980 ના દાયકામાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં બનાવવામાં આવ્યું હતું. તે જ સમયથી આ પીણું 1980 થી વિશ્વભરમાં પીવાઈ રહ્યું છે.

ગૂગલનું ડૂડલ શું છે?
Google ડૂડલ, Google માટે ડૂડલ, Google કંપનીના હોમ પેજ પરનો એક ભાગ છે. જે દરેક ખાસ દિવસે વિશ્વભરમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ અને ઐતિહાસિક ઘટનાઓ પર પ્રકાશિત કરવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ પેજની મુલાકાત દુનિયાભરના લોકોએ સૌથી વધારે લીધી છે. આ ડૂડલ સીધા અને સરળ ભાષામાં સમજવામાં ખૂબ જ સરળ છે. દર વર્ષ જેતે દિવસની અલગ ડિઝાઇન બનાવામાં આવે છે.