December 23, 2024

વિરાટે કરી સ્પષ્ટતા, આ કારણે મને IPL ગમે છે

અમદાવાદ: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શુક્રવારે આઈપીએલની આગામી 17મી સીઝન પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ પ્રત્યેનો પોતાનો પ્રેમ શેર કર્યો. કોહલીએ ચાહકો અને ખેલાડીઓ વચ્ચેના સંબંધ વિશે વાત કરી હતી. વિરાટ કોહલી લાંબા સમયથી બ્રેક પર છે. આશા છે કે, તે IPLમાં જોવા મળશે. વિરાટ કોહલીની ટીમ RCB આ વખતેની IPL 2024ની પ્રથમ મેચ રમી રહી છે. જ્યાં તેની ટીમ એમએસ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ 22 માર્ચે રમાશે. જોકે, આ પહેલા તેમણે પોતાની કેટલીક પ્રતિક્રિયા આપી દીધી છે.

વિરાટ કોહલીએ શું કહ્યું?
IPL ની શરૂઆત પહેલા, વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સાથે એની ચાહના વ્યક્ત કરી દીધી છે. આ T20 ટૂર્નામેન્ટમાં તેની સફળતાનો શ્રેય તેના સાથી ખેલાડીઓ અને ચાહકોને આપ્યો છે. કોહલી અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં રમી રહ્યો નથી. પરંતુ તે આઈપીએલમાં વાપસી કરે તેવી શક્યતા છે. કોહલીએ સ્પોર્ટ્સ ચેનલની મુલાકાતમાં કહ્યું કે, મને IPL પ્રત્યે ઊંડો પ્રેમ છે. આમાં તમે ઘણા નવા ખેલાડીઓ સાથે રમો છો. તમે ઘણા એવા ખેલાડીઓ સાથે રમો છો જેમને તમે લાંબા સમયથી ઓળખો છો. જેઓ તમારા દેશના નથી, જેમને તમે વારંવાર મળતા નથી. તેણે વધુમાં કહ્યું કે આ જ કારણ છે કે દરેકને આઈપીએલનો શોખ છે. કારણ કે તેમાં ખેલાડીઓ અને ચાહકો વચ્ચે ગાઢ સંબંધ છે.

IPL કેમ અલગ છે?
કોહલીએ આઈપીએલને આઈસીસી ટૂર્નામેન્ટ્સથી અલગ શું બનાવે છે તેના પર પણ તેમના મંતવ્યો શેર કર્યા. વિરાટે કહ્યું કે, દરેક રમત બાદ વિપક્ષી ખેલાડીઓ સાથે વાતચીત કરવાથી આઈપીએલ આઈસીસી ટૂર્નામેન્ટથી અલગ પડે છે. વિરાટે કહ્યું કે, તમે તમારી બધી ટૂર્નામેન્ટ રમો છો જે એક ટીમ વિરુદ્ધ બીજી ટીમ છે. ICC ટુર્નામેન્ટો સમયાંતરે આવે છે, ICC ટુર્નામેન્ટમાં પણ, તમે અન્ય ખેલાડીઓ સાથે વાતચીત કરતા નથી અથવા અન્ય ટીમને જોતા નથી. પરંતુ IPLમાં, તમે કદાચ દરેક બીજા કે ત્રીજા દિવસે દરેક ટીમને મળો છો, અને તે IPLની સુંદરતા છે. તમે એક અલગ શહેરમાં, એક અલગ ટીમ સાથે, વિવિધ પરિસ્થિતિઓમાં રમી રહ્યાં છો. ટૂર્નામેન્ટના જુદા જુદા તબક્કામાં દરેકના અલગ-અલગ લક્ષ્ય હોય છે.