December 23, 2024

NewYorkમાં વામિકા સાથે Virat-Anushkaનો વીડિયો થયો વાયરલ

Virat-Anushka: કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો છે. આ પહેલા વિરાટ-અનુષ્કાનો વીડીયો વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી હાલમાં ન્યુયોર્કમાં છે. વિરાટ ભારતીય ક્રિકેટ ટીમ સાથે T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા ગયો છે.

આ પણ વાંચો: રોહિત પાકિસ્તાન સામે નહીં રમે? બુમરાહની પત્નીની પોસ્ટ વાયરલ

ચાહકોની સંખ્યા મોટી
અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી ખુબ ફેમસ જોડી છે. બંનેની ચાહક વર્ગની સંખ્યા ખુબ મોટી છે. હાલમાં વિરાટ ટી20 વર્લ્ડ કપ 2024ને લઈને ન્યૂયોર્કમાં છે. આવતીકાલે વિરાટ પાકિસ્તાન ક્રિકેટ ટીમ સામે મેદાનમાં ઉતરશે. આ પહેલા એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે બંને પોતાની દીકરી વામિકા સાથે ફરતા જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ન્યૂયોર્કની હોટલનો છે. ચાહકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે. લોકો આ વીડિયોમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

ગોપનીયતાનું ઉલ્લંઘન ન કરો
વીડિયો વાયરલ થતાની સાથે ક્રિકેટ ચાહકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયો રેકોર્ડ કરવા બદલ રોષ બતાવી રહ્યા છે. ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરતા એક યુઝરે લખ્યું, “કૃપા કરીને તેની ગોપનીયતાનું ઉલ્લંઘન ન કરો, તે પણ એક માણસ છે”. બીજા એક યુઝરે લખ્યું કે ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરતા એક યુઝરે લખ્યું, “કૃપા કરીને તેની ગોપનીયતાનું ઉલ્લંઘન ન કરો, તે પણ એક માણસ છે”. વિરાટ હાલમાં રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સાથે T20 વર્લ્ડ કપ 2024માં વ્યસ્ત છે. આ સાથે અનુષ્કાની વાત કરવામાં આવે તો તે આગામી ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’માં વ્યસ્ત છે. આ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી ઝુલન ગોસ્વામીની બાયોપિક કરવાના છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રોસિત રોય કરી રહ્યા છે.