December 24, 2024

શું તમે ક્યારેય સફેદ મગર જોયો છે? જુઓ વીડિયો

Viral Video: ફ્લોરિડાના પ્રખ્યાત ક્રોકોડાઈલ પાર્ક ‘ગેટરલેન્ડ ઓર્લાન્ડો’માં એક દુર્લભ સફેદ મગરનો જન્મ થયો છે. તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આમાં ઈંડામાંથી સફેદ મગરનું બચ્ચું બહાર નીકળતું જોઈ શકાય છે. આ વિશ્વમાં આ દુર્લભ મગર પહેલો છે. . ફ્લોરિડાના પ્રખ્યાત એલિગેટર એમ્યુઝમેન્ટ પાર્કમાં એક દુર્લભ સફેદ મગરનો જન્મ થયો હતો. આ વીડિયો જોયા બાદ ઈન્ટરનેટ યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

બેબી લ્યુસિસ્ટિક મગર
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘ગેટરલેન્ડ ઓર્લાન્ડો પાર્ક’ના નેશનલ હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આમાં ઈંડામાંથી સફેદ મગરનું બચ્ચું બહાર નીકળતું જોઈ શકાય છે. વીડિયોમાં વધુ બે-ત્રણ ઈંડા દેખાઈ રહ્યા છે, અન્ય ઇંડામાંથી સામાન્ય રંગના મગરનો જન્મ થયો છે. આ અપલોડ થયેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે 36 વર્ષ બાદ લ્યુસિસ્ટિક મગર મળી આવ્યો છે. અગાઉ આવો મગર લુઇસિયાનામાં જોવા મળ્યો હતો. પરંતુ સફેદ-ગુલાબી રંગનો આ મગર વિશ્વનો સૌથી દુર્લભ છે. વૈજ્ઞાનિકો પણ તેને ઉપરની દુર્લભ શ્રેણીનો મગર માની રહ્યા છે. વિશ્વમાં આ પ્રકારનો પ્રથમ મગર છે. હાલમાં વિશ્વમાં માત્ર સાત લ્યુસિસ્ટિક મગર છે. તેમાંથી ગેટરલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્કમાં ત્રણ મગર છે. પરંતુ નવો મગર સંપૂર્ણપણે અલગ છે. નોંધનીય છે કે આ એક પ્રકારની જેનેટીક ખામી છે, જેના કારણે તેમની ત્વચા સામાન્ય કરતા અલગ હોય છે.’ પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, ‘મગરોમાં લ્યુસિઝમના કારણે તેમનો રંગ સફેદ થઈ જાય છે, પરંતુ તેમની ત્વચા પર ઘણી વાર સામાન્ય રંગની ફોલ્લીઓ હોય છે. ઇંડામાંથી મગર બહાર આવ્યો ત્યારે તેની આંખો વાદળી હતી અને તેની ચામડીનો રંગ સફેદ-ગુલાબી હતો.