May 8, 2024

ઇમરાન ખાન 10 વર્ષ માટે કારાવાસમાં, દાવો દમ વગરનો નીકળ્યો

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ચૂંટણી આવી રહી છે. આ પહેલા ઈમરાન ખાન અને શાહ મહમૂદ કુરેશીને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ ચીફ ઈમરાન ખાનને સિફર કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવી છે. ઈમરાન ખાન પર ટોપ સિક્રેટ માહિતીનો અંગત ઉપયોગ કરવાનો આરોપ છે. સત્તા પરથી હટ્યા બાદ ઈમરાને આરોપ લગાવ્યો હતો કે તેમની હકાલપટ્ટી પાછળ અમેરિકાનો જ હાથ છે.

વિશેષ અદાલતે ચુકાદો આપ્યો હતો
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ સંરક્ષણ વકીલો અનુગામી કોર્ટની સુનાવણીમાં હાજર થવામાં નિષ્ફળ ગયા પછી નવા રાજ્ય સંરક્ષણ વકીલોની નિમણૂક કરવામાં આવી હતી. પૂર્વ પીએમ ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીને સાઈફર કેસમાં 10-10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં કેસની સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટના જજ અબુલ હસનત ઝુલકરનૈને આ નિર્ણય આપ્યો છે.

આ પણ વાચો: પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ મતદાન, ચૂંટણી પંચની કેવી છે તૈયારી?

નિર્ણય ઉઠાવ્યા સવાલ
ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ એક કપટ કેસ છે. અમારી કાનૂની ટીમ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે અને આશા છે કે આ સજા પર રોક લગાવવામાં આવશે. પાકિસ્તાનના ચૂંટણી પંચે આગામી તારીખ 8 ફેબ્રુઆરીના સામાન્ય ચૂંટણી માટે મતદાનની સંપૂર્ણ યોજનાઓ જાહેર કરી છે. પાકિસ્તાનમાં કુલ 90675 મતદાન મથકોને સ્થાપિત કરવામાં આવશે. સ્થાનિક મીડિયાએ આપેલી માહિતી અનુસાર પંજાબમાં 50944 મતદાન મથકો સ્થાપવામાં આવશે જ્યારે સિંધમાં પણ મતદાન મથકો હશે. એ જ રીતે ખૈબર પખ્તુનખ્વામાં 15697 અને બલૂચિસ્તાનમાં 5028 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે. લગભગ 12.8 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ આ વખતે કરશે.

સમર્થકો રેલીમાં લાવ્યા સિંહ
નવાઝ શરીફની પાર્ટીએ પાકિસ્તાનના લાહોરમાં નેશનલ એસેમ્બલી ખાતે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી વાત એ હતી કે પાર્ટીના સમર્થકો સિંહને રેલીના સ્થળે લાવ્યા હતા. સિંહના પાંજરાને ખુલ્લી ગાડીમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે PMLNનું ચૂંટણી ચિન્હ સિંહ છે. આ કારણના કારણે રેલીમાં વાસ્તવિક સિંહને લાવીને લોકોને મત માટે રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાચો: કર્તવ્ય પથ પર ભારતે બતાવી તાકાત, રશિયાએ કહ્યું આપણી મિત્રતા ‘અખંડ’