January 23, 2025

શું વિનેશ ફોગાટ ભારત પરત આવી રહી છે?

Vinesh Phogat: વિનેશ ફોગાટ ટૂંક સમયમાં ભારત આવી શકે તેવી સંભાવનાઓ છે. સિલ્વર મેડલને લઈને હજૂ કોઈ આવ્યો નથી. વિનેશ ફોગાટને તેની ફાઇનલ મેચ પહેલા જ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જેના કારણે અનેક ભારતીય નિરાશ થયા હતા. આ વચ્ચે વિનેશનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં તે ઓલિમ્પિક વિલેજમાં બેગ સાથે જોવા મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે ઈન્ડિયા પરત ફરી રહી છે જેનો ફોટો એ છે.

 

વિનેશને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવાનો નિર્ણય રમતની આર્બિટ્રેશન કોર્ટમાં પેન્ડિંગ છે. સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ કુસ્તીબાજને સિલ્વર મેડલ આપવો કે નહીં તે અંગેનો નિર્ણય હજૂ આવ્યો નથી. આજના દિવસે એટલે કે 13 ઓગસ્ટે IST રાત્રે 9:30 વાગ્યે આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.

100 ગ્રામ વિનેશને પડ્યો ભારે
વિનેશને પેરિસ ઓલિમ્પિકમાં બીજા વજનના માપમાં વધુ વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવી દેવામાં આવી હતી. ફાઈનલ પહેલા 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન મર્યાદા કરતા 100 ગ્રામ વધુ જોવા મળ્યું હતું. આ પછી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જોકે વિનેશે વજન ઉતારવા માટે આગળની રાતે ઘણી મહેનત કરી હતી. તેણે આખી રાતમાં 2 કિલો વજન ઉતાર્યું હતું. પરંતુ તે નિયમ પ્રમાણે જે વજન હોવું જોઈએ તે લાવી શકી નથી. જેના કારણે તે ફાઈનલમાં રમી શકી નહીં.

આ પણ વાંચો: વિનેશ ફોગાટ કેસ પછી, શું UWW વજન માપવાના નિયમોમાં ફેરફાર કરશે?

વિનેશે નિવૃત્તિ લીધી
વિનેશ ફોગાટને ફાઈનલમાં ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યારબાદ તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. લોકોને પહેલો ઝટકો લાગ્યો કે તેને ફાઈનલમાંથી બાકાત કરવામાં આવી, બીજો ઝટકો ત્યારે લાગ્યો કે જ્યારે ફાઈનલમાં વિનેશને બાકાત કરતા વિનેશે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. શ્વભરના ઘણા સ્ટાર એથ્લેટ્સ અને રમતવીરોએ વિનેશના સમર્થનમાં પોસ્ટ કર્યું. ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પણ વિનેશને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.