May 9, 2024

U19 World Cup final: વરસાદને કારણે ફાઇનલ રદ થશે?

સ્પોર્ટ્સ ડેસ્કઃ World Cupની ફાઈનલ મેચ આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે રમાશે. આ મેચ દક્ષિણ આફ્રિકાના સહારા પાર્ક વિલોમૂર ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમવામાં આવશે. પરંતુ આજે વરસાદ પડે તો?

વરસાદને કારણે ફાઈનલ કેન્સલ થાય તો?
ક્રિકેટ ચાહકોને મોટા ભાગના લોકોને થતું હોય છે કે જો વરસાદ પડશે અથવા હવામાન ખરાબ હશે તો મેચ કયારે રમાશે. તો તમને જણાવી દઈએ કે ICCએ અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. આવી સ્થિતિમાં, જો ફાઇનલ મેચ દરમિયાન વરસાદ પડે છે, તો મેચ બીજા દિવસે એટલે કે રિઝર્વ ડે પર મેચનું આયોજન કરવામાં આવે છે. ICCના નિયમો પ્રમાણે અંડર-19 વર્લ્ડ કપની નોકઆઉટ મેચનું પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 25-25 ઓવરની રમત હોવી જરૂરી છે. બીજી તરફ, accuweather.com અનુસાર, મેચના દિવસે વરસાદની સંભાવના 68 ટકા છે.

બંને ટીમના ખૈલાડી
ભારતીય અંડર-19 ટીમ- ઉદય સહારન (કેપ્ટન), સચિન ધસ, અરશિન કુલકર્ણી, અરવેલ્લી અવનીશ (વિકેટકીપર), આદર્શ સિંહ, ઇનેશ મહાજન (વિકેટકીપર), રૂદ્ર પટેલ, પ્રિયાંશુ મોલિયા, મોહમ્મદ અમાન, મુશીર ખાન, સૌમ્યા પાંડે, અંશ ગોસાઈ, ધનુષ ગૌડા, આરાધ્યા શુક્લા, રાજ લિંબાણી, નમન તિવારી, પ્રેમ દેવકર, મુરુગન અભિષેકનો સમાવેશ થાય છે. ત્યારે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમની વાત કરવામાં આવે તો હ્યુગ વિબગન (કેપ્ટન), હેરી ડિક્સન, રેયાન હિક્સ (વિકેટકીપર), ચાર્લી એન્ડરસન, કોરી વેસ્લી, એડન હે કોનર, હરકીરત બાજવા, ઓલિવર પીક, હરજસ સિંહ, સેમ કોન્સ્ટાસ, રાફે મેકમિલન, ટોમ સ્ટ્રેકર, કેલમ વિડલર. , ટોમ કેમ્પબેલ, મહાલી બીર્ડમેન, લચલાન આઈટકેન ખૈલાડીઓનો સમાવેશ થાય છે.

વર્લ્ડ કપ ફાઇનલ
આ વર્ષેના ભારતીય ક્રિકેટ ટીમોએ ત્રણ ICC ટૂર્નામેન્ટ રમવાની છે. અત્યારની વાત કરવામાં આવે તો ભારતીય અંડર-19 ટીમ દક્ષિણ આફ્રિકામાં અંડર-19 T20 વર્લ્ડ કપ રમી રહી છે. મેન્સ ટી20 વર્લ્ડની જો વાત કરવામાં આવે તો જૂનમાં રમાશે. મહિલા ટી20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો વર્ષના અંતમાં રમાશે. ભારતીય ટીમે હાલમાં રમાઈ રહેલી મેચ એટલે કે અંડર-19 T20 વર્લ્ડ કપમાં ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. હવે ટીમ માત્ર U19 વર્લ્ડ કપ ફાઇનલ જીતવાના એક ડગલું દૂર છે.