મતદાન જાગૃતિ માટે AMC શાળાના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પેઇન્ટીંગ બનાવી
આસુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: આગામી લોકસભાની ચુંટણીમાં સાતમી મેના રોજ મતદાન થનાર છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય તે માટે ચુંટણીપંચ કાર્યરત છે જેને લઇને કોર્પોરેશન સ્કુલના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પેઇન્ટીંગ કરીને મતદાન જાગૃતિ ફેલાવી હતી. ઉત્તમ પેઇન્ટીંગ કરનાર વિદ્યાર્થીઓને 2100નુ ઇનામ પણ આપવામા આવ્યુ હતુ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની શાળાઓમાં લોકસભા ઇલેક્શન 2024 અંતર્ગત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશની લોકશાહીનું જતન થાય અને જનતા 100 ટકા મતદાન કરવા પ્રેરાય અને પોતાનો પવિત્ર મત આપી દેશના આ લોકશાહી પર્વને સાથે મળી સૌ ઉજવણી કરે તે હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની ૪૪૯ શાળાઓમાં “સ્વીપ અને ટીપ” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવે છે.
આ પણ વાંચો: કોંગ્રેસે સૈનિકોના હાથ બાંધી રાખ્યા હતા, અમે સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી: PM મોદી
આજરોજ અમદાવાદના 1.66 લાખ વિદ્યાર્થીઓ પૈકી ધોરણ પાંચ થી આઠના વિદ્યાર્થીઓએ ચિત્રસ્પર્ધામાં ભાગ લઇને મતદાન જગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો. અમદાવાદમાં 3 સ્થાનો પર ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં અમદાવાદ પુર્વ લોકસભા વિસ્તારના 700 વિદ્યાર્થીઓએ જડેશ્વર વન ખાતે, અમદાવાદ પશ્ચિમના 700 વિદ્યાર્થીઓએ કાંકરીયા તળાવ ખાતે ઉપરાત ગાંધીનગર લોકસભા વિસ્તારના 700 વિદ્યાર્થીઓએ વસ્ત્રાપુર લેક એમ કુલ 2100 વિદ્યાર્થીઓએ ચુનાવ કા પર્વ.. દેશ કા પર્વ થીમ પર સ્પર્ધામાં ભાગ લઇને વિવિધ ચિત્રો દોર્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મોટી સંખ્યામા વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બાળ ચિત્રકારોને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામા આવ્યુ હતુ. પ્રથમ ક્રમાકે રહેનાર વિદ્યાર્થીને 2100, દ્રીતીય ક્રમે 1500 અને તૃતિય ક્રમ મેળવનાર વિદ્યાર્થીનીને 1100 રૂપિયાનુ ઇનામ એનાયત કરવામા આવ્યુ હતુ. ઘાટલોડિયા પ્રાથમિક શાળામા અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીઓએ પ્રથમ અને દ્રીતીય ક્રમાંક મેળવ્યો હતો.
પ્રથમ ક્માક મેળવનાર કલ્પના સુથારે પાર્લામેન્ટ અને ઇવીમ નુ પેઇન્ટીગ તૈયાર કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. લોકસભાની ચુંટણીમાં આપણે સાસંદ ને ચંટીને સંસદમાં મોકલવાના હોય છે ત્યારે પાર્લામેન્ટ અને ઇવીએમનુ પેઇન્ટીંગ બનાવીને મતદાન જાગૃતીનો સંદેશ આપ્યો હતો.
આ ઉપરાંત પણ સ્કુલ બોર્ડ દ્વારા સામુહિક શપથ, સ્કૂટર /બાઈક રેલી, પ્રભાત ફેરી, ઘર મુલાકાત, સિગ્નેચર કેમ્પેઈન, માનવ સાંકળ, મહેદી, સાયકલોથોન, રંગોળી, રન ફોર વોટ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે