May 2, 2024

IPL 2024ની 7 મેચમાં ચાલી રહ્યો છે આ ટ્રેન્ડ, શું MI તોડી શકશે આ તિલિસ્મ?

IPL 2024:  ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઇપીએલની 17મી સિઝનમાં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આઇપીએલ 2024ની અત્યાર સુધીમાં 7 મેચો રમાઇ છે અને સાતેય મેચોમાં એક વાત કોમન જોવા મળી રહી છે. અને એ વાત એ છે કે જે પણ ટીમે યજમાની કરી છે તેને જ મેચ જીતી છે. તેની શરૂઆત ચેન્નાઇ સુપર કિંગ્સે આરસીબી વિરૂદ્ધ 22 માર્ચે કરી હતી. જેના પછીથી જ અત્યાર સુધીમાં કુલ 7 મેચો રમાઇ છે અને તમામ મેચોમાં તે ટીમને જ જીત મળી છે જેના હોમ ગ્રાઉન્ડમાં મેચ રમાઇ હોય.

આઇપીએલ 2024ની પ્રથમ મેચની યજમાની ચેન્નાઇએ કરી અને ચેન્નાઇ સુપર કિંગ્સને જ જીત મળી. બીજી મેચમાં પંજાબ કિંગ્સે મુલ્લાનપુરમાં દિલ્હી કેપિટલ્સની યજમાની કરી અને પીબીકેએસ એ જ જીત હાંસલ કરી હતી. 23 માર્ચે આઇપીએલ 2024ની ત્રીજી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઇ હતી. કોલકાતામાં રમાયેલ આ મેચમાં કેકેઆરને જીત મળી હતી, જ્યારે 24 માર્ચે રાજસ્થાન રોયલ્સે જયપુરમાં લખનઉ સુપર ઝાયન્ટસની યજમાની કરી અને જીત હાંસલ કરી હતી.

આ પણ વાંચો: રચિન રવિન્દ્રએ 20 બોલમાં ગુજરાત ટાઈટન્સની બોલિંગને વેરવિખેર કરી નાંખી

24 માર્ચે દિવસની બીજી અને ટૂર્નામેન્ટની પાંચમી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઇ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદમાં રમાઇ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે જીત હાંસલ કરી હતી. 25 માર્ચે રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સ વિરૂદ્ધ બેંગ્લોરમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેચ રમી હતી અને જીત હાંસલ કરી હતી અને હવે 26 માર્ચે ચેન્નાઇ સુપર કિંગ્સે બીજી મેચની યજમાની ગુજરાત ટાઇટન્સ સામે કરી અને જીત હાંસલ કરી હતી. આમ આ એક ટ્રેન્ડ જેવું બની ગયું છે. પરંતું શું તેને મુંબઈની તોડી શક્શે.

ખરેખરમાં મુંબઇ ઈન્ડિયન્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે છે. આ મેચ હૈદરાબાદમાં રમાશે. જો મુંબઈ ઈન્ડિયન્સ 27 માર્ચે રમાનારી આ મેચમાં યજમાન સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવવામાં સફળ રહે છે તો યજમાન ટીમ જ જીતશે તે ભ્રમ તૂટી જશે, પરંતુ જો SRH જીતશે તો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, જેના કારણે આ મેચ ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે બંને ટીમો પોતાની પ્રથમ મેચ હારી ચૂકી છે.