January 23, 2025

World Cupમાં 1987 પછી પ્રથમ વખત New Zealandની ટીમ સાથે આવું બન્યું

T20 World Cup 2024: વર્લ્ડ કપમાં આ વખતે તમામ મેચ રોમાંચક જોવા મળી રહી છે. ત્યારે આ વચ્ચે  ન્યુઝીલેન્ડની ટીમ ટી20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. આ પહેલા વર્ષ 1987માં ન્યૂઝીલેન્ડની ટીમને શરૂઆતમાં બહાર થવું પડ્યું હતું. જેના કારણે આ ટીમના ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી હતી. આ પછી આ વખતે શરૂઆતમાં બહાર થવાનો વારો આવ્યો હતો. ગ્રુપ સીની પાંચ ટીમોમાં ન્યૂઝીલેન્ડની ટીમ સૌથી ખરાબ આ વખતે થઈ છે. ન્યુઝીલેન્ડની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન
ગઈ સિઝનમાં ન્યૂઝીલેન્ડની ટીમનું પ્રદર્શન શાનદાર જોવા મળ્યું હતું. આ વખતની સિઝનમાં ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન સારૂ જોવા મળ્યું નહીં. અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. પહેલી મેચમાં હાર બાદ ન્યૂઝીલેન્ડની આગામી મેચ વેસ્ટ ઈન્ડિઝ સાથે હતી. આ મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન શેરફેન રધરફોર્ડે આનો ફાયદો ઉઠાવ્યો અને 39 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની જીત થતા પાકિસ્તાનની ટીમ ખુશ, જાણો કેમ?

અફસોસ વ્યક્ત કર્યો
વેસ્ટ ઈન્ડિઝે નવ વિકેટે 112 રનથી 149 રન બનાવ્યા હતા. આ મેચમાં હાર પછી વિલિયમસને અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. ન્યૂઝીલેન્ડની હાર બાદ આવી સ્થિતિમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ A અને Bમાંથી સુપર-8 માટે ક્વોલિફાય કરીને ગ્રુપ-1માં સ્થાન મેળવ્યું છે. આ સાથે વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા ગ્રુપ-સી અને ડીમાંથી પહોંચ્યા હતા. જેના કારણે તેણે ગ્રુપ-2માં રાખવામાં આવ્યા હતા.