May 1, 2024

ઓફિસ મેકઅપ માટે પરફેક્ટ છે આ Eye Shadow કલર

Makeup Tips: પાર્ટી હોય કે ઓફિસ મહિલાઓ બધી જ જગ્યાઓ માટે મેકઅપ તો કરે છે. આ મેકઅપમાં સ્થાન આધારે કલરની પસંદગી કરવામાં આવે છે. ઓફિસ માટે મહિલાઓ પાસે એક ખાસ પ્રકારનો લૂક હોય છે. જેને મહિલાઓ મોસ્ટલી દરરોજ કરતા હોય છે. કેટલાક લોકોની પસંદ તેના લૂકને સારું વોલ્યૂમ આપે છે તો કેટલાક લોકો ખોટા કલરની પસંદગીના કારણે થોડા ઓફિસ પ્રમાણે ઓવર મેકઅપ લાગે છે. તો આવી કોઈ સમસ્યા તમને ના થાય એ માટે આજે તમારા માટે ખાસ ઓફિલ લૂકમાં પર્ફેક્ટ રહે તેવા આઈશેડો કલરનું લિસ્ટ લઈને આવ્યા છીએ.

કેટ આઈ
આ આઈશેડો કલર કેટ આઈ ધરાવતા લોકો માટે બેસ્ટ રહેશે. તમારા સફેદ, કાળા, ભૂરા, જાંબલી અને ગુલાબી રંગના ડ્રેસ સાથે સિલ્વર કલર ખૂબ જ સારો લાગશે. જે તમને નેચરલ લુક આપશે. કોલેજ જતી ગર્લ્સ પણ આ કલર ટ્રાય કરી શકે છે.

પિંક આઈ શેડો
પિંક કલરનો આઈશેડો તમને ખૂબ જ ક્લાસી અને ગર્લિશ લુક આપી શકે છે. તે લીલા, સફેદ અને પીળા રંગના ડ્રેસ પર ખૂબ સરસ દેખાશે. જો તમે ઇચ્છો તો તમે તેના કલર કોમ્બિનેશનને અન્ય શેડ સાથે પણ લગાવી શકો છો.

પીચ કલર
પીચ કલરનો આઈશેડો લગાવવો એ ઓફિસ જતી મહિલાઓ માટે બેસ્ટ ઓપશન છે. જે સંપૂર્ણપણે નેચરલ લુક ઈચ્છે છે અને જેઓ વધુ હેવી આઈ મેકઅપ નથી ઈચ્છતી. એ મહિલાઓ આ પ્રકારનો આઈ મેકઅપ કરી શકો છો. જો તમે તેને ડાર્ક કલરના આઉટફિટ સાથે પહેરશો તો તે વધુ સારું લાગશે.

બ્રાઉન અને ગોલ્ડન શેડ
બ્રાઉન શેડ લગભગ દરેક વ્યક્તિને ગમે છે. તમે આ શેડને ગોલ્ડન, સિલ્વર, રેડ, બ્લૂ, ગ્રીન અને પિંક કલરના આઉટફિટ્સ સાથે ટ્રાય કરી શકો છો. જે તમને બોલ્ડ લુક આપી શકે છે. આ ઉપરાંત ગોલ્ડન આઈશેડો લીલા, પીળા, કાળા અને લાલ રંગના ડ્રેસ સાથે પણ સારો લાગશે. ખાસ કરીને જો તમારે ઓફિસ પાર્ટીમાં જવાનું હોય તો તમે આ આઈશેડો કલર ટ્રાય કરી શકો છો.