April 30, 2024

50ની ઉંમર બાદ મેકઅપ કરતા સમયે ધ્યાનમાં રાખો આ બાબત

Makeup Mistakes: મેકઅપ લગાવવું દરેક મહિલાને ખુબ જ પસંદ છે. તેનાથી તેમની ઉંમરને કંઈ લેવાદેવા નથી. કોઈ પણ મહિલા ગમે તે ઉંમરે મેકઅપ કરી શકે છે. મેકઅપ કરતા સમયે આપણે ઘણી વખત એવી ભૂલો કરી નાખતા હોઈએ છીએ. જેના કારણે તેનો લૂક ખુબ જ ખરાબ લાગે છે. એક ઉંમર પછી મહિલાઓએ પોતાની સ્કિનનું ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. જો આપણે સ્કિન પર ધ્યાન નથી આપતા તો ચહેરો ખુબ જ ખરાબ લાગે છે. 50ની ઉંમર બાદ મહિલાઓએ મેકઅપ કરતા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે.

ખૂબ ડાર્ક આઇ મેકઅપનો ઉપયોગ કરશો નહીં
મોટાભાગની મહિલાઓ આંખના મેકઅપ દરમિયાન તેમની આંખો પર વધુ પડતો મેકઅપ લગાવે છે. જે તેમનો આખો લુક બગાડે છે. વધુ પડતો આઈ શેડો અથવા ડાર્ક બ્લેક પેન્સિલ અને આઈલાઈનરનો ઉપયોગ કરશો નહીં. વધતી ઉંમર સાથે તમારી આંખોની આસપાસની ત્વચામાં કરચલીઓ બની જાય છે. જેના કારણે ડાર્ક મેકઅપ લગાવવાથી તમારો લુક બગડી શકે છે.

મેટ લિપસ્ટિક અને ગ્લોસ
જેમ જેમ તમારી ઉંમર વધે એ સાથે તમારે મેટ લિપસ્ટિક અને લિપ ગ્લોસ લગાવવાનું ટાળવું જોઈએ. તેના બદલે તમારે મેટ લિપસ્ટિક લગાવતા પહેલા પ્રાઈમરનો ઉપયોગ કરવો જ જોઈએ. લિપ ગ્લોસને બદલે તમે લિપ બામ અથવા હળવા વજનની લિપસ્ટિક લગાવી શકો છો.

લાઈટ આઈ શેડો
મોટા ભાગના મેકઅપ આર્ટિસ્ટ હંમેશા મહિલાની ઉંમર પ્રમાણે આઈ શેડો પસંદ કરે છે. મેકઅપ એક્સપર્ટના મતે ઉંમર પ્રમાણે લાઇટ શેડનો ઉપયોગ ન કરો. ઉદાહરણ તરીકે તમે ઘેરા વાદળી રંગની જગ્યાએ મિડનાઈટ બ્લુ આઈ શેડાનો ઉપયોગ કરી શકો છો.

આઈ લેશ પ્રાઈમર
મેકઅપ લગાવતા પહેલા હંમેશા આઈ લેશ પ્રાઈમરનો ઉપયોગ કરો. જેનાથી તમારી આંખના લેશને વોલ્યુમ તો મળશે જ, પરંતુ તમારી આંખોની સુંદરતામાં પણ વધારો થશે.