June 25, 2024

ભારતમાં ઇસ્લામિક સ્થળો નથી સુરક્ષિત, પાક.એ યુએનને લખ્યો પત્ર

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદથી પાકિસ્તાનમાં ભારતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર (UN)ને ભારતમાં ઇસ્લામિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી રહ્યા છે. પાકિસ્તાનના એક રાજદૂત મુનીર અકરમે બુધવારે તારીખ 24-1-2024ના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં એક બેઠક દરમિયાન આ માંગણી કરવામાં આવી હતી. યુએનને લખેલા પત્રમાં મુનીર અકરમે વધુમાં લખ્યું છે કે ભારતમાં મુસ્લિમ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા માટે તમારા તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવા હુ આ પત્ર લખીને તમને મોકલી રહ્યો છું.

કડક નિંદા કરી
આ પહેલા અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું હતું. જેમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાની નિંદા કરી હતી. રોષ સાથે પાકિસ્તાને કહ્યું હતું કે ઉશ્કેરાયેલા ટોળાએ તારીખ 6 ડિસેમ્બર 1992ના રોજ સદીઓ જૂની મસ્જિદને તોડી પાડી હતી. ભારતની સૌથી મોટી અદાલતને ટાંકીને પાકિસ્તાને કહ્યું કે ભારતની સૌથી મોટી અદાલતે આ બનાવ માટે જવાબદારોને નિર્દોષ જાહેર કર્યા એ નિંદનીય કહી શકાય.

આ પણ વાચો: યુક્રેનના વડાપ્રધાને કર્યા મોદીના વખાણ, કરી દીધી આ વાત

ભારતમાં ઇસ્લામ સંબંધિત હેરિટેજની સુરક્ષા
પાકિસ્તાનના રાજદૂતે પોતાના પત્રમાં શબ્દોમાં ભાર સાથે કહ્યું કે ભારતમાં રહેલી ઇસ્લામ સંબંધિત હેરિટેજ સાઇટ્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની હવે ખાસ જરૂર છે. યુએનને લખેલા પત્રમાં મુનીર અકરમે વધુમાં લખ્યું છે કે ભારતમાં મુસ્લિમ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા માટે તમારા તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરવા હુ આ પત્ર લખીને તમને મોકલી રહ્યો છું. યુનાઈટેડ નેશન્સે ઈસ્લામ સાથે જોડાયેલા હેરિટેજ સ્થળોનું રક્ષણ માટે લઘુમતીઓના અધિકારોને સુરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે વધુમા લખ્યું કે અયોધ્યામાં રામમંદિરનો અભિષેકએ ભારતમાં મસ્જિદોને નષ્ટ કરવાનો અને ધાર્મિક ભેદભાવ દર્શાવી રહ્યો છે. મુનીર અકરમે દુઃખ સાથે કહ્યું કેમામલો બાબરી મસ્જિદથી હવે આગળ વધી ગયો છે. ભારતની અન્ય મસ્જિદો પણ આવા જ જોખમોનો કંઈક સામનો કરી રહી છે. ભારતમાં વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ સહિત અન્ય ઘણી મસ્જિદોને પણ વિનાશના અને વિરોધના જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાચો: રશિયા છે નવો કાયદો લાગુ કરવાના મૂડમાં, ટીકા કરશે તો થશે આ દંડ