May 19, 2024

દુનિયાનો સૌથી મોટો ડેટા લીક, અબજો યુઝર્સની માહિતી હેકર્સના હાથમાં

દુનિયાનો સૌથી મોટો ડેટા લીક થયા હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં હજારો નહીં લાખો નહીં પરંતુ અબજો લોકોના ખાતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. ડેટા લીક થયા બાદ સાયબર ક્રાઈમ સંબંધિત ચિંતાઓમાં વધી ગઈ છે. કારણ કે વિશ્વભરમાં દરરોજ અનેક લોકો સાયબર ક્રાઈમનો શિકાર બની રહ્યા છે જેમાં અબજો લોકોનો ડેટા લીક થવા તે વિશ્વ માટે મોટી ચિંતાનું કારણ છે.

સંવેદનશીલ ડેટાનો સમાવેશ
જે પ્રમાણ અહેવાલ સામે આવ્યો છે તો 26 અબજ ખાતાઓનો રેકોર્ડ ડેટા લીક થયો છે. જેમાં Snapchat, LinkedIn, Venmo, Adobe અને X (ટ્વિટર) ના ડેટાનો પણ સમાવેશ થાય છે. આજ કારણ છે કે તેને ઇતિહાસનો સૌથી મોટો ડેટા લીક થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ આ રેકોર્ડ ડેટામાં લોગિન ઓળખપત્રો ઉપરાંત, અન્ય વિગતો પણ લીક થયેલા ડેટાનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે આ ડેટા જે લીક થયો છે તેમાં મોટાભાગે સંવેદનશીલ ડેટા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાયબર એક્સપર્ટનું કહેવું છે કે આ ડેટા સેટ લીક થવો તે ખૂબ જ ખતરનાક છે.

આ પણ વાચો: રશિયા છે નવો કાયદો લાગુ કરવાના મૂડમાં, ટીકા કરશે તો થશે આ દંડ

1.4 બિલિયન યુઝર્સનો ડેટા
સાયબર એક્સપર્ટનું કહેવું છે કે જેણે પણ આ ડેટા લીક કરે છે તેના માલિકને શોધવું ખુબ મુશ્કેલ છે. સાથે એ પણ કહ્યું કે ડેટા લીક કરનારને કદાચ આપણે ક્યારેય જાણી શકીશું નહીં. ડેટા બ્રોકર, સાયબર ગુનેગાર અથવા મોટી સંખ્યામાં લોકોનો ડેટાની ચોરી કરતો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે, મોટા ભાગના મોટા કેસમાં સાયબર ફોર્ડ કરનાર ગુનેગાર હાથમાં આવતો નથી. મોટી સંખ્યામાં લીક થયેલો ડેટા ચાઈનીઝ ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ટેન્સેન્ટનો છે. તેના 1.4 બિલિયન યુઝર્સનો ડેટા લીક થયો છે.

તમારો ડેટા લીક થયો છે કે નહીં?
Weibo બીજા નંબર પર છે, જેના 50.4 કરોડ એકાઉન્ટનો ડેટા લીક થયો હતો. આ પછી માયસ્પેસના 36 કરોડ એકાઉન્ટ, ટ્વિટરના 28.1 કરોડ યુઝર્સ, મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડીઝરના 25.8 કરોડ યુઝર્સ અને લિંક્ડઈનના 25.1 કરોડ યુઝર્સનો ડેટા લીક થયો છે. આ સિવાય Snapchat, Adobe, Telegram, Dropbox, Doordash, Canva સહિત અન્ય ઘણા પ્લેટફોર્મનો ડેટાનો તેમાં સમાવેશ થાય છે. જો તમને પણ એવું લાગે છે કે તમારો ડેટા લીક થયો છે તો તમે પણ ચેક કરી શકો છો. જેના માટે તમારે https://cybernews.com/personal-data-leak-check/ વેબસાઇટ પર જવાનું રહેશે અને ત્યારબાદ તમારે તમારું ઈમેલ એડ્રેસ નાંખવાનું રહેશે. આ બાદમાં તમારે Check Now પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જો તમારો ડેટા કોઈપણ લીકમાં સામેલ છે, તો આ વેબસાઇટ તમને તેના વિશે જાણકારી આપી દેશે.

આ પણ વાચો: સોળસો વર્ષ પછી નેકેડ મેન ફેસ્ટિવલમાં મહિલાઓ ભાગ લેશે, શરતો લાગુ