July 27, 2024

યુક્રેનના વડાપ્રધાને કર્યા મોદીના વખાણ, કરી દીધી આ વાત

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના પ્રધાનમંત્રીએ ભારતને તેના 75માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે જ તેમણે પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીના વખાણ કરતા તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ યુક્રેનને મદદ અને માનવતાવાદી સમર્થન પણ આપ્યું છે.

વિશ્વ શાંતિ માટે કામ
ડેનિસે યુક્રેનને મદદ અને માનવતાવાદી સમર્થન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. ડેનિસનું કહેવું છે કે પીએમ મોદી આજે એવા વ્યક્તિ તરીકે જોવા મળે છે જે માત્ર વિશ્વ શાંતિ માટે કાર્ય કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીને જી-20 દેશોના મોટા નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડેનિસે વધુમાં કહ્યું કે યુક્રેનિયનોનો બદલો લેવાનો કોઈ ઈરાદો નથી. આજે પણ તેઓ યુરોપિયન યુનિયન (EU) અને નાટોનો ભાગ બનવાની રાહ જોઈ રહ્યા છે. યુક્રેનિયનોનો મોટો હિસ્સો આજે શાંતિપૂર્ણ પરિસ્થિતિ ધરાવે છે. બહારની સ્થિતિ સામાન્ય છે. તે પહેલાની જેમ યુક્રેનમાં વિદ્યાર્થીઓને મદદ કરવા ભારતને વિનંતી કરવા માંગે છે.

આ પણ વાચો: રશિયા છે નવો કાયદો લાગુ કરવાના મૂડમાં, ટીકા કરશે તો થશે આ દંડ

વધુ અને વધુ મદદની જરૂર
ડેનિસે કહ્યું કે યુક્રેન આ સમયે મુશ્કેલથી ભરેલા સમયથી પસાર થઈ રહ્યું છે. રશિયા સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા પરમાણુ સંબંધી બ્લેકમેલિંગ કરી રહ્યું છે. ડેનિસે કહ્યું કે અમને અમારા સહયોગી દેશો તરફથી સતત મદદ મળી રહી છે. પછી તે શસ્ત્રો હોય કે માનવતાવાદી સહાય તમામ રીતે અમને મદદ કરવામાં આવી રહી છે. પરંતુ કમનસીબે જરૂરિયાત એટલી બધી છે કે આ બધું ઓછું અનુભવાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ડેનિસે મહત્તમ મદદ અને સમર્થન માટે અપીલ કરી હતી.

આ પણ વાચો: સોળસો વર્ષ પછી નેકેડ મેન ફેસ્ટિવલમાં મહિલાઓ ભાગ લેશે, શરતો લાગુ

ફ્રાંસના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ
આજે પીએમ મોદી સાથે રોડ શૉ કરશે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન.બંને ટોચના નેતાઓ જંતર-મંતરથી સાંગાનેરી ગેટ સુધી એક સંયુક્ત રોડ શૉ પણ કરવાના છે અને હવા મહેલ ખાતે રોકાશે. જેમાં એક ફોટો સેશન પણ કરવામાં આવશે. જે બાદ બંને નેતાઓ ઐતિહાસિક આલ્બર્ટ હોલ મ્યુઝિયમની મુલાકાત લેશે. દિવસ પુર્ણ થતાની સાથે અંતે રામબાગ પેલેસમાં પીએમ મોદી મેક્રોન માટે પર્સનલ અને ખાસ ડીનરની મેજબાની કરશે. મેક્રોન પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આજે ભાગ લેનારા છઠ્ઠાં ફ્રેન્ચ નેતા હશે. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સ તથા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અનેક ડીલ થવાની શક્યતા હાલ જોવા મળી રહી છે.