April 30, 2024

આ ઔષધીઓ તમને હીટવેવથી રાહત આપશે, જાણી લો ઉપાય

Herbs for Summer: ગરમીની સિઝન આવી ગઈ છે અને આ સિઝનમાં થવા વાળી બિમારીઓથી બચવા માટે પહેલાથી જ તૈયારીઓ શરૂ કરવી જરૂરી છે. આર્યુવેદ અનુસાર ગરમીની ઋતુને પિત્ત દોષનું કારણ માનવામાં આવતું હતું. વધારે ગરમીના કારણે ડિહાઈડ્રેશન થાય છે. આ સાથે સ્કિન સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. ગરમીની ઋતુમાં મેટાબોલિજમ ધીમું થઈ જાય છે. તેના કારણે પાચનક્રિયામાં અસર થાય છે. આથી ગરમીની ઋતુમાં વધારે પડતુ તળેલુ કે મસાલાવાળું ના ખાવું જોઈએ.

તુલસીનો છોડ
તુલસીનો સમાવેશ સૌથી પવિત્ર વનસ્પતિઓમાં થાય છે. શરીરને ડિટોક્સિફાય કરવાની સાથે તે ક્લીન્ઝિંગ એજન્ટ પણ છે. આયુર્વેદ નિષ્ણાતો કહે છે કે તુલસી શરીરને ગરમીથી બચાવવામાં ખૂબ જ ફાયદાકારક છે. તણાવ દૂર કરવાની સાથે તુલસી શરીરને ગરમીથી થતી સમસ્યાઓથી બચાવે છે.

મંજિષ્ઠા
મંજિષ્ઠા શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરવાનું કામ કરે છે. આ શાકનો સ્વાદ કડવો છે, પરંતુ તેના સેવનથી થતા ફાયદાઓની યાદી ઘણી લાંબી છે. તેમાં શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ, બળતરા વિરોધી અને એન્ટી-માઈક્રોબાયલ જેવા તત્વો મળી આવે છે. મંજિષ્ઠાને આયુર્વેદની સૌથી મહત્વપૂર્ણ ઔષધિઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો: ઈરાનનો મધરાતે ઈઝરાયલ પર 200 મિસાઈલ અને ડ્રોનથી હુમલો

અશ્વગંધા
અશ્વગંધા શરીરમાં એનર્જી અને સ્ટેમીના વધારવાનું કામ કરે છે. બ્લડ સુગરને નિયંત્રિત કરવાની સાથે તે તણાવ માટે જવાબદાર હોર્મોન કોર્ટિસોલના સ્તરને પણ નિયંત્રિત કરે છે. આ ઉપરાંત તે ઉનાળાની ઋતુમાં ગરમીના મોજાથી પણ રક્ષણ આપે છે. તેનો ઉપયોગ ઘણા રોગોની સારવારમાં થાય છે.

(ડિસ્ક્લેમરઃ ઉપરોક્ત જણાવેલા તમામ ઉપાયની ન્યૂઝ કેપિટલ પુષ્ટિ કરતું નથી. ઉપાય કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી.)