January 13, 2025

દિલ્હીમાં ઠંડી સાથે વરસાદની આગાહી, વહેલી સવારથી અનેક વિસ્તારમાં ધુમ્મસ જેવું વાતાવરણ

Delhi: ઉત્તર ભારતમાં ઠંડીએ દસ્તક આપી છે અને ઠંડીનું મોજું પણ શરૂ થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનનો પારો વધુ નીચે જવાનો છે. આ ઉપરાંત આજે દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. IMDની વેબસાઈટ અનુસાર, આજે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ થઈ શકે છે. વરસાદને કારણે દિલ્હીનું તાપમાન ઘટી શકે છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવાર આ સિઝનની સૌથી ઠંડી સવાર હતી. શનિવારે લઘુત્તમ તાપમાન 7.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. આજે સવારે દિલ્હીના કેટલાક ભાગોમાં આછું ધુમ્મસ હતું, IMD અનુસાર લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિલ્હી ઉપરાંત યુપીના ઘણા ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બરેલી, બહરાઈચ, મેરઠ, ગોરખપુર સહિત ઘણા વિસ્તારોમાં બે દિવસ સુધી વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલકે બાળકને કચડ્યો, બાળકનું મોત નીપજ્યું