ચૈતર વસાવાને 6 મહિના બાદ ડેડિયાપાડા વિધાનસભામાં હાઈકોર્ટે પ્રવેશની આપી મંજૂરી
પ્રવીણ પટવારી, નર્મદા: આપના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર આજે ફોર્મ ભરશે. આજે ચૈતર વસાવાને હાઇકોર્ટે આજે નર્મદામાં પ્રતિબંધ હટાવતા સવારે તેમના નિવાસસ્થાનેથી સવારે 6 વાગે દેવમોગરા મંદિરે દર્શન કર્યા હતા અને ડેડીયાપાડા ખાતે બીરસામુંડાજીની પ્રતિમાને ફૂલ હાર ચઢાવી રેલી સ્વરૂપે ભરૂચ ફોર્મ ભરવા નેત્રંગથી અંકલેશ્વર અને ત્યાંથી ભરૂચ જવા રવાના થયા હતા.
આમ આદમીના ઉમેદવાર ધારાસભ્ય ચૈતર વસાવા ભરૂચ ખાતે જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરશે સાથે ઉમેદવારી ફોર્મ લઈને જશે. બીજી બાજુ જો આજે કલેકટર તેમનું ફોર્મ નહીં સ્વીકારે તો આવતી કાલે સવારે ફોર્મ આપશે. નોંધનીય છે કે, ચૈતર વસાવાને 6 મહિના બાદ ડેડિયાપાડા વિધાનસભામાં હાઈકોર્ટે પ્રવેશની આપી મંજૂરી છે. મંજુરી મળ્યા બાદ આજે શક્તિ પ્રદર્શન કરશે.
6 મહિના બાદ હાઈકોર્ટે પ્રવેશની આપી મંજૂર
અત્રે ઉલ્લેખનીય છે કે ડેડીયાપાડા ખાતે આવેલ આપની કાર્યાલય ખાતે તેઓ પાંચ મહિના પછી આવ્યા નર્મદા જિલ્લામાં પ્રતિબંધની શરત હાઈકોર્ટે હટાવતા પોતાના પરિવારને મળ્યા અને મીડિયા સાથે વાત કરતા તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. ચૈતર વાસાવા હાલ ભરૂચ લોકસભા બેઠક 50 હજાર મતોથી જીતવાના દાવા પણ કર્યા હતા. આપ અને INDIA ગઠબંધનમાં નક્કી થયેલ ઉમેદવાર ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને મોટી રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા નર્મદા પ્રવેશબંધીની શરત રદ થતાં ચૈતર વસાવા 5 મહિના બાદ પોતાના મતવિસ્તાર અને ઘરે પરત ફર્યા છે. ચૈતર વસાવા 19 તારીખથી ડેડિયાપાડા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કરશે. નોંધનીય છે કે, અત્યાર સુધી ચૈતર વસાવાના પત્ની તેમને પ્રચાર કરતા હતા.