September 19, 2024

પાપુઆ ન્યુ ગિનીમાં બે જૂથો વચ્ચે હિંસામાં 50 લોકોનાં મોત

Papua New Guinea Violence:  પાપુઆ ન્યૂ ગિનીમાં મોટા પાયે હિંસા થઈ હતી. જેમાં 20 થી 50 લોકો માર્યા ગયા હોવાની વિગતો મળી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે.

બે હજારથી વધુ લોકોના મોત
હિંસાને કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા. સેંકડોની સંખ્યામાં લોકો પોતાના ઘરને છોડીને ચાલ્યા ગયા છે. ઘર છોડીને આ લોકોએ અન્ય સ્થળોએ આશ્રય લીધો છે. એક માહિતી પ્રમાણે હિંસા થોડા દિવસો પહેલા શરૂ થઈ હતી અને હજૂ પણ ચાલી રહી છે. તમને જણાવી દઈએ આ સ્થળ મે મહિનામાં થયેલા ભૂસ્ખલનની જગ્યાની નજીક આવેલું છે. આ ભૂસ્ખલના બનાવમાં બે હજારથી વધુ લોકોના મોત થઈ ગઈ હતા.

આ પણ વાંચો: ચીનમાં આવી રહ્યું છે 75 વર્ષ પછી ખતરનાક વાવાઝોડું, થંભી ગયું શાંઘાઈ શહેર

હિંસા હજૂ પણ ચાલુ
પાપુઆ ન્યુ ગિનીના એક અધિકારીએ માહિતી આપી હતી. જેમાં તેણે કહ્યું કે રવિવાર સુધીમાં ઓછામાં ઓછા 20 મૃત્યુ થયા છે. આ આંકડો 50 પાર જઈ શકે છે. બાગોસીએ એસોસિએટેડ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે હિંસા ચાલુ છે. “યુએનના માનવતાવાદી સલાહકાર મેટ બાગોસીએ કહ્યું કે પોલીસ પાસે ઘાયલોની સંખ્યા વિશે માહિતી નથી.