November 19, 2024

U19 World Cup 2024: ટીમ ઈન્ડિયાની અત્યાર સુધીની સફર

U19 World Cup 2024: અંડર 19 વર્લ્ડ કપની આ સિઝનમાં પણ ટીમ ઈન્ડિયાએ દર વખતની જેમ જોરદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે શુક્રવારે નેપાળ સામે જીત મેળવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ વર્લ્ડ કપ 2024માં હજુ સુધી એક પણ મેચ હારી નથી.

ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમ
આ સિઝનમાં પણ ટીમ ઈન્ડિયાએ દર વખતની જેમ પોતાનું જોરદાર પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ સ્ટેજની 1લી મેચમાં ભારતે બાંગ્લાદેશને 84 રનથી હરાવ્યું, ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં ભારતે આયર્લેન્ડને 201 રનથી હરાવ્યું, ગ્રુપ સ્ટેજની 3જી મેચ ભારતે અમેરિકાને 201 રનથી હરાવ્યું હતું અને સુપર 6 ની પહેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 214 રનથી હરાવ્યું હતું. સુપર 6 ની બીજી મેચમાં ભારતે નેપાળને 132 રને હરાવ્યું. હવે સેમીફાઈનલમાં જોવાનું રહ્યું કે કોને જીત મળે છે. ભારતીય ટીમને સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે.

આ પણ વાચો: વડાપ્રધાન મોદીને મળ્યા રોહન બોપન્ના, ભેંટમાં આપી આ ખાસ ગિફ્ટ

પાકિસ્તાન પાસે સેમીફાઈનલની તક
પાકિસ્તાનની ટીમ પણ સેમીફાઈનલની રેસમાં આવી ગયું છે. અત્યાર સુધીમાં ત્રણ ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. જેમાં ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના નામ સામેલ છે. પાકિસ્તાનની ટીમ સુપર 6 ના ગ્રુપ 1 ના પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ અને +1.064ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. જ્યારે ટીમ ઈન્ડિયા આ ગ્રુપમાં 8 પોઈન્ટ અને +3.155 નેટ રન રેટ સાથે પ્રથમ સ્થાન પર છે.

સેમિફાઇનલમાં સામનો
જો પાકિસ્તાનની ટીમ આજની મેચમાં બાંગ્લાદેશ સામે જીતશે તો તેને પણ 8 પોઈન્ટ મળશે, પરંતુ ટીમ ઈન્ડિયાને હરાવવા માટે તેને મોટા અંતરથી જીતવું પડશે. જેથી તેમનો નેટ રન રેટ ભારત કરતા સારો બને. જો તેઓ આમ કરી શકશે નહીં તો સેમિફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. બીજી તરફ, જો બાંગ્લાદેશની ટીમ આ મેચ જીતે છે તો તેને સેમિફાઇનલમાં પહોંચવા માટે પણ મોટી જીત મેળવવી પડશે કારણ કે તેની ટીમ 4 પોઈન્ટ અને +0.348 નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

આ પણ વાચો: IND vs ENG: ગઈકાલ સુધી ખેલાડીઓને પાણી પીવડાવતો,આજે ઈંગ્લેન્ડની ટીમને હંફાવશે