January 23, 2025

વીરેન્દ્ર સેહવાગે આ ખેલાડીને ગણાવ્યો ‘ભાગ્યશાળી’

IPL 2024 ચાલી રહી છે. આ વચ્ચે કોઈ ખેલાડીઓનું સારૂ પ્રદર્શન તો કોઈ ખેલાડીઓનું ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. IPL 2023માં 890 રન બનાવીને ઓરેન્જ કેપ જીતનાર ગિલની વર્તમાન સિઝન ખરાબ રહી છે. અત્યાર સુધી તેણે 11 મેચમાં 32.20ની એવરેજથી 322 રન બનાવ્યા છે. આ વચ્ચે ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે એક નિવેદન આપ્યું છે.

વીરેન્દ્ર સેહવાગે કહ્યું આ
ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગનું માનવું છે કે IPL 2024માં ખરાબ ફોર્મ હોવા છતાં શુભમન ગિલને T20 વર્લ્ડ કપ 2024ની ટીમની યાદીમાં સામેલ થવા બદલ પોતાને ભાગ્યશાળી માનવું જોઈએ. આ સાથે તેમણે તો એવું પણ કહ્યું કે કેએલ રાહુલ અને રૂતુરાજ ગાયકવાડને રિઝર્વ સ્થાન આપવુ જોઈતું હતું, કેમ કે આ બંને કરતાં શુભમન ગિલ કરતા સારું પ્રદર્શન રહ્યું હતું. મહત્વની વાત એ છે કે IPL 2023માં 890 રન બનાવીને ઓરેન્જ કેપ જીતનાર ગિલની વર્તમાન સિઝન ખરાબ રહી છે.

આ પણ વાંચો: શું ગુજરાત ટાઇટન્સનું પ્લેઓફ રમવાનું સપનું હજી પૂરું થઈ શકશે?

સેહવાગે શુભમન ગિલને સલાહ આપી
વધુમાં સેહવાગે કહ્યું કે તે ઘણો નસીબદાર છે કે તેનું નામ T20 વર્લ્ડ કપ માટે રિઝર્વ છે. કેએલ રાહુલ અને રૂતુરાજ ગાયકવાડ રિઝર્વનું સ્થાન નથી. આ સારી બાબત છે અને તેઓએ તેનાથી પ્રેરિત થવું જોઈએ. તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઇટન્સના કેપ્ટને શનિવારે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સાત બોલમાં માત્ર બે રન બનાવ્યા હતા.