January 23, 2025

World Cup 2024: ટીમ ઈન્ડિયા મેચ જીતી રહી છે પરંતુ આ વસ્તુએ વધારી ચિંતા

T20 World Cup 2024: ભારતીય ક્રિકેટ ટીમનું મિશન T20 વર્લ્ડ કપ યથાવત છે. ભારતની ટીમે અત્યાર સુધીમાં તમામ મેચ જીતી છે. જોકે કેનેડાની મેચ દરમિયાન જ વરસાદ ના કારણે રમાઈ ના હતી. એ સિવાયની તમામ મેચ જીતવામાં ટીમ ઈન્ડિયા સફળ રહી છે. સુપર 8માં પણ પહેલી મેચમાં જીત પ્રાપ્ત કરી લીધી છે અને ટાઈટલ તરફ વધુ એક પગલું આગળ આવી ગઈ છે. પરંતુ ટીમ ઈન્ડિયાની કેટલીક કડીઓ છે જો તેને સુધારવામાં નહીં આવે તો તે સમસ્યામાં વધારો કરી શકે છે.

ચર્ચા થઈ શકે
વર્લ્ડ કપમાં વિરાટ અને રોહિતની જોડીએ કોઈ એવું કરી બતાવ્યું નથી કે જેને લઈને ચર્ચા થઈ શકે. બને મળી એક વખત પણ આ બેટ્સમેનો લીગથી સુપર 8 સુધીની મેચોમાં 50થી વધુ રનની ભાગીદારી કરી શક્યા નથી. જ્યારે રન ના બન્યા ત્યારે કહેવામાં આવ્યું કે પીચને કારણે રન બની રહ્યા નથી. જોકે અહિંયા એ પણ ના ભૂલવું જોઈએ કે રિષભ પંત અને સૂર્યકુમાર યાદવથી લઈને હાર્દિક પંડ્યા સુધીના દરેકે સારા એવા રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: રોહિતથી આગળ નિકળી ગયો ‘કિંગ કોહલી’, 3 બેટ્સમેન જ કરી શક્યા છે આવું

બોલરનો દબદબો
ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે કે રોહિત-વિરાટની જોડી કયારે કમાલ કરશે. ભારતીય ટીમને સુપર 8માં હજુ બે મેચ રમવાની બાકી છે. આવતીકાલે બાંગ્લાદેશ સાથે છે અને 24મી તારીખે ઓસ્ટ્રેલિયા સામે ભારતની મેચ છે. આ સ્થિતિમાં બંનેની પ્રગતિ ખુબ ખાસ જોવા મળી રહી છે. જોવાનું રહ્યું કે આ 2 મેચ દરમિયાન આ ખેલાડીઓ કંઈક કરી બતાવે છે કે કેમ.