December 19, 2024

Pakistanને મોટો ઝટકો, America વિરુદ્ધ પહેલી મેચમાં નહીં રમે આ સ્ટાર ઓલરાઉન્ડર

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત પહેલા પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાન ગુરુવાર, 06 જૂનથી અમેરિકા સામે T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની આ મેચ ડલાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં રમાશે. પરંતુ આ મેચ પહેલા પાકિસ્તાનનો સ્ટાર ઓલરાઉન્ડર ઈમાદ વસીમ ઈજાગ્રસ્ત થયો હતો.

પાકિસ્તાન પહેલાથી જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યું હતું, તેથી ઈમાદ વસીમનું બહાર થવું તેમના માટે મોટી સમસ્યા સાબિત થઈ શકે છે. ટી20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામે ટી20 સિરીઝ રમી હતી. જેમાં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન બાબર આઝમે ઈમાદ વસીમની ઈજા વિશે માહિતી આપી હતી.

બાબર આઝમે કહ્યું, “ઇમાદને સાઇડ સ્ટ્રેઇનની સમસ્યા છે. કમનસીબે, આનો અર્થ એ છે કે તે અમારી શરૂઆતની મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ઇમાદ પ્રથમ મેચમાં ભાગ લેશે નહીં, પરંતુ અમને આશા છે કે તે બાકીની મેચોમાં ટીમની સાથે જોડાશે

આ પણ વાંચો: અયોધ્યાવાસીઓથી નારાજ છે સોનુ નિગમ? જાણો વાયરલ ટ્વિટની હકીકત

ઇમાદ વસીમે તેની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી
નોંધનીય છે કે ઇમાદ વસીમે T20 વર્લ્ડ કપ 2024 પહેલા તેની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી. ઈમાદ વસીમની સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ આમીર પણ ઈન્ટરનેશનલ રિટાયરમેન્ટમાંથી બહાર આવ્યો છે. નિવૃત્તિ પાછી ખેંચી લીધા પછી, ઇમાદને ન્યૂઝીલેન્ડ, આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે રમાયેલી T20 શ્રેણી માટે પાકિસ્તાન ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. ઇમાદ મુખ્યત્વે T20 વર્લ્ડ કપ માટે નિવૃત્તિમાંથી પરત ફર્યો હતો. પરંતુ હવે તે ટૂર્નામેન્ટની પહેલી જ મેચ રમી શકશે નહીં. હવે તે ક્યારે પરત ફરે છે તે જોવું રસપ્રદ રહેશે.

T20 વર્લ્ડ કપ 2024 માટે પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન, સામ અયુબ, ફખર જમાન, ઉસ્માન ખાન, આઝમ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાદાબ ખાન, મોહમ્મદ આમિર, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, અબ્બાસ આફ્રિદી, હરિસ રઉફ અને અબરાર અહેમદ.