December 23, 2024

ન્યૂઝીલેન્ડની ટીમે ભારતના કારણે વર્લ્ડ કપ જીત્યો?

Women’s T20 World Cup 2024: ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હાર આપી હતી. પહેલી વાર મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ન્યુઝીલેન્ડની મહિલા ટીમે હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ટીમને હરાવી હતી. આ પછી ન્યુઝીલેન્ડની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. વર્લ્ડ કપ જીત્યા પછી સોફી ડેવિને તેની ઐતિહાસિક જીત પાછળનું રહસ્ય જણાવ્યું હતું.

ન્યૂઝીલેન્ડની કેપ્ટને કહી આ વાત
ઐતિહાસિક જીત પછી સોફી ડેવિને કહ્યું કે આ જીત પાછળ કોઈ એક ક્ષણને શ્રેય આપવો ખોટો પડશે. સોફી ડેવિને કહ્યું કે ટૂર્નામેન્ટમાં ભારત સામેની જીતે બધુ સેટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાને હરાવીને, અમે આ ટીમમાં પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસથી ભરપૂર છીએ કે અમે ઈતિહાસ રચી શકીએ છીએ. સોફી ડિવાઈન જે મેચની વાત કરી રહી હતી તે 4 ઓક્ટોબરે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા દાવેદાર માનવામાં આવી રહી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાની આ મેચમાં હાર થઈ હતી.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈના નામે સલમાનને મળી ધમકી – 5 કરોડ ચૂકવવા પડશે

4 રને હરાવીને ટાઇટલ જીત્યું
ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે છેલ્લે વર્ષ 2000માં ICC ટ્રોફી જીતી હતી. કિવી ટીમે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 4 રને હાર આપી હતી. ન્યુઝીલેન્ડે વર્ષ 2024 T20 વર્લ્ડ કપના રૂપમાં કોઈપણ ICC ટ્રોફી જીતી છે.