May 9, 2024

T20 વર્લ્ડ કપ 2024 મફતમાં મોબાઈલ પર જોઈ શકાશે

અમદાવાદ: T20 વર્લ્ડ કપ 2024ની આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકો માટે એક ગુડ ન્યૂઝ છે. T20 મેન્સ વર્લ્ડ કપ ડિઝની + હોટસ્ટાર મોબાઇલ એપ્લિકેશન પર મફતમાં લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. આ અંગે જરૂરી મંજૂરી હવે મળી ચૂકી છે. ડિઝની+ હોટસ્ટારે તેની યુટ્યુબ ચેનલ પર 2024 T20 મેન્સ વર્લ્ડ કપનો પ્રચાર કરતો વિડિયો શેર કર્યો છે અને જાહેરાત કરી છે કે તેની મેચોની લાઇવ સ્ટ્રીમ્સ મોબાઇલ એપ્લિકેશન પર મફતમાં જોવા મળશે. જોકે, આ પહેલા આઈપીએલની મેચ પણ આ એપ્લિકેશન પર ફ્રીમાં જોવા મળતી હતી.

જૂન મહિનામાં પહેલી મેચ
2024નો T20 મેન્સ વર્લ્ડ કપ 1 જૂનથી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં યોજાશે. જેઓ Disney+Hotstar વેબસાઈટ પર T20 વર્લ્ડ કપ જોવા ઈચ્છે છે તેમણે સબ્સ્ક્રિપ્શન ખરીદવું પડશે. Disney+Hotstar એ મોબાઇલ એપ પર 2023 એશિયા કપ અને 2023 મેન્સ ODI વર્લ્ડ કપનું લાઇવ સ્ટ્રીમિંગ પણ મફતમાં કર્યું હતું. T20 વર્લ્ડ કપની શરૂઆત 1 જૂને ડલાસમાં અમેરિકા અને કેનેડા વચ્ચેની મેચ સાથે થશે. ભારત 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે અને 9 જૂને તે જ શહેરમાં નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે ટકરાશે. ટુર્નામેન્ટના ફોર્મેટ મુજબ, ટીમોને ચાર જૂથોમાં વહેંચવામાં આવી છે. ટોચની બે ટીમો સેમિફાઇનલ અને ફાઇનલ બાદ સુપર 8માં પ્રવેશ કરશે.

કુલ 55 મેચ રમાશે
2024 T20 વર્લ્ડ કપમાં કુલ 55 મેચ રમાશે.2024ના T20 વર્લ્ડ કપમાં સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ માત્ર વેસ્ટ ઈન્ડિઝમાં જ રમાશે. પ્રથમ સેમિફાઇનલ મેચ 26 જૂને ગયાનામાં રમાશે. બીજી સેમિફાઇનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે. ટૂર્નામેન્ટની ટાઈટલ મેચ એટલે કે ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. જોકે, એ પહેલા આઈપીએલ ટુર્નામેન્ટ ખરા અર્થમાં એક રોમાંચ સાથે રસાકસી ઊભી કરશે. સૌથી વધારે રન અને સિક્સરની હરિફાઈ થશે.