January 23, 2025

T20 WC Final Live: તોફાની શરૂઆત બાદ ભારતને 3 મોટા ઝટકા

T20 WC Final: T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા આમને-સામને છે. આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન, બ્રિજટાઉનમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આ પછી ટીમે શાનદાર શરૂઆત કરી અને પહેલી જ ઓવરમાં વિરાટ કોહલીએ 4 ચોગ્ગા ફટકારીને 15 રન બનાવ્યા.

5 ઓવર બાદ ભારતનો સ્કોર 
3 વિકટ ગુમાવીને ભારતે 39 રન બનાવ્યા. હાલ અક્ષર પટેલ અને વિરાટ કોહલી ક્રિઝ પર.

ઋષભ પંત ખાતું ખોલ્યા વગર આઉટ
કેશવ મહારાજે પણ ભારતને બીજો ઝટકો આપ્યો. તેણે બીજી ઓવરના છેલ્લા બોલ પર રિષભ પંતને ક્વિન્ટન ડી કોકના હાથે કેચ આઉટ કરાવ્યો.

23 રને રોહિત શર્મા આઉટ 
ભારતને પહેલો ઝટકો 23 રનના સ્કોર પર લાગ્યો. કેશવ મહારાજે બીજી ઓવરના ચોથા બોલ પર રોહિત શર્મા (9)ને હેનરિક ક્લાસને કેચ આઉટ કરાવ્યો હતો.

ટોસ જીત્યા બાદ ભારતીય ટીમ માટે શુભ સંયોગ
છેલ્લી 8 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ટોસ જીતનારી ટીમોએ 7 મેચ જીતી છે. એટલે કે આ દૃષ્ટિએ આ મેચમાં ભારતીય ટીમ માટે એક સારો સંયોગ બની રહ્યો છે. ઉપરાંત, 2010 પછી આ પ્રથમ વખત છે જ્યારે T20 વર્લ્ડ કપની ફાઈનલ દિવસ દરમિયાન રમાઈ રહી છે.