December 23, 2024

નવરાત્રિ પહેલાં પોલીસ કમિશનરનું ચેકિંગ, ગ્રાઉન્ડ પર જઈ નિરીક્ષણ કર્યું

અમિત રુપાપરા, સુરતઃ નવરાત્રિના તહેવારને લઈને લોકોની સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે v                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv

સુરત શહેરમાં 27 જગ્યા પર પાર્ટી પ્લોટ તેમજ અલગ અલગ મોટા ડોમમાં નવરાત્રિનું આયોજન થવાનું છે. ત્યારે નવ દિવસના આ નવરાત્રીના તહેવારને લઈને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સુરત શહેર પોલીસ કમિશનર હવે ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરી રહ્યા છે. આયોજકો દ્વારા નિયમ અનુસાર એન્ટ્રી એક્ઝિટ તેમજ ગરબા રમવા આવતા લોકોની સુરક્ષાને લઈને કયા પ્રકારે તકેદારી રાખવામાં આવી છે ઉપરાંત પાર્કિંગ બાબતે પણ કેટલી જગ્યા ફાળવવામાં આવી છે. આ તમામ બાબતોનું નિરીક્ષણ ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોત દ્વારા કરવામાં આવ્યું હતું.

બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ નવરાત્રિ દરમિયાન પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. કારણ કે, સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાવે તેવા ચલચિત્રો કે ફોટા પોસ્ટ કરનારા સામે સુરત સાયબર ક્રાઇમ પોલીસ કડક કાર્યવાહી કરશે. સુરત સાઇબર ક્રાઇમ એસીપીની ટીમ દ્વારા આ બાબતે ખાસ કામગીરી કરવામાં આવશે અને કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાથી પોસ્ટ કરશે તો તાત્કાલિક જ તેના વિરુદ્ધ પોલીસ એક્શન મોડમાં કાર્યવાહી કરશે.

તો બીજી તરફ ગરબા ગ્રાઉન્ડ ઉપર પણ મહિલા પોલીસની શી ટીમ દ્વારા મહિલા કે યુવતીઓની ગરબા દરમિયાન છેડતીના પ્રયાસો કરતા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ શી ટીમ સામાન્ય લોકોની જેમ જ તૈયાર થઈ ખેલૈયાઓ વચ્ચે ગરબા રમશે અને ગરબા રમતા રમતા મહિલા યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરશે.

તો બીજી તરફ સુરતના 7000 કરતાં વધારે પોલીસની ટીમ નવરાત્રિના નવે નવ દિવસ ખડે પગે રહીને કામગીરી કરશે. તો મોડી રાત્રે ગરબા રમીને પરત આવતી યુવતીને ઘરે જવા માટે કોઈ સુવિધા ન મળે તો આ યુવતી મહિલા પોલીસ તેમજ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ માગી શકે છે અને પોલીસ પોતાના વાહનમાં કોઈપણ યુવતી કે મહિલાને પોતાના ઘર સુધી પહોંચાડશે. નવરાત્રિ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી આયોજકોને પણ પાર્કિંગ બાબતે ખાસ સૂચના આપી દેવામાં આવી છે. મોટા આયોજનોમાં ગરબા રમવા આવતા ખેલૈયાઓનું ધ્યાન આયોજકોએ ખાસ પ્રકારે રાખવાનું રહેશે. ટિકિટ ચેક કરનારા કોઈપણ વ્યક્તિ ખેલૈયા સાથે ગેરવર્તન ન કરે તેમ જ ખેલૈયાઓ સાથે છેડતી જેવી ઘટના ન બને તે માટે આવા વ્યક્તિઓના વેરિફિકેશન અગાઉ જ પોલીસ વિભાગ પાસેથી કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે.

તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન નશો કરીને ફરનારા ઇસમો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. નવરાત્રિના આયોજનમાં સિક્યોરિટીથી લઈને ઓરકેસ્ટ્રા સુધી કોઈપણ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં તે બાબતે પણ ચકાસણી કરવાના આયોજકોને પોલીસ કમિશનર દ્વારા સૂચન કરવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય તો તેને આયોજનમાંથી દૂર કરવાની પણ સૂચના આપવામાં આવી છે.