January 23, 2025

IPL 2024: સનરાઈઝર્સ હૈદરાબાદની વધી મુશ્કેલી!

IPL 2024: સનરાઈઝર્સ હૈદરાબાદની મુશ્કેલી વધી શકે છે. કારણ કે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો એક ભાગ શ્રીલંકાના સ્પિનર ​​વાનિન્દુ હસરંગા હજુ સુધી તેની ટીમ સાથે જોડાયો નથી. કારણ કે તે ટીમમાં હવે કયારે જોડાશે કે પછી જોડાશે કે નહીં તે વિશે કોઈ વાત હજુ કોઈ સામે આવી નથી.

ટીમમાં ફેરફાર
IPLની 17મી સિઝનમાં 10 મેચ અત્યાર સુધીમાં રમાઈ ગઈ છે. તો આ વચ્ચે ઘણી ટીમમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. તો આ વચ્ચે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી વાનિન્દુ હસરંગા હજુ સુધી ટીમ સાથે જોડાયા નથી. કયારે જોડાશે તે પણ હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી. એક માહિતી અનુસાર તે હજુ પણ ગની ઘૂંટીની ઈજાથી પીડાઈ રહ્યો છે. જેના કારણે પ્રથમ મેચમાં તે સામેલ થઈ શક્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે તે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.

આ પણ વાંચો: કોઈ ઝગડો ‘વિરાટ’ કે ‘ગંભીર’ નથી, દિલ્હી પોલીસે શેર કર્યું મીમ્સ

મેનેજરે આપી માહિતી
હસરંગાના મેનેજરે નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું કે મોડું થાય તો પણ તે ચોક્કસપણે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ બનશે. આ સાથે તેમણે કહ્યું કે થોડા જ દિવસોમાં તે હવે મેચમાં જોડાઈ જશે. તેમણે વાતમાં વજન રાખતા કહ્યું કે તે ચોક્કસપણે ટીમનો ભાગ બનશે અને મેચ પણ રમશે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને પ્રથમ મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હાલ હૈદરાબાદની ટીમ 2 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે.