ભાણવડ અને વાલોદમાં રખડતા શ્વાનનો આતંક, 16 લોકોને ભર્યા બચકા
દ્રારકા: રાજ્યમાં અવારનવાર શ્વાન કરડવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ભાણવડના જામપર ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે. એક જ દિવસમાં શ્વાને 6 લોકોને બચકાં ભર્યા છે. જોકે, ઇજાગ્રસ્ત લોકો રસી લેવા સરકારી હોસ્પિટલમાં ગયા હતા. જ્યારે ભાણવડની સરકારી હોસ્પિટલમાં રસીની અછત જોવા મળી હતી. તો બીજી તરફ વાલોડમાં રખડતા શ્વાનનો આતંક પણ જોવા મળ્યો હતો.. જેમા બાજીપુરીમાં હડકાયેલા શ્વાને 10 લોકોને બચકા ભર્યા હતા.
મળતી માહિતી અનુસાર હાલ રાજ્યભરમાં શ્વાનના આતંકથી લોકો પરેશાન રહે છે. ત્યારે આ વચ્ચે હવે ભાણવડના જામપર ગામે અને વાલોડમાં રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. ભાણવડના જામપર ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે. એક જ દિવસમાં શ્વાને 6 લોકોને બચકાં ભર્યા છે. જોકે, ઇજાગ્રસ્ત લોકો રસી લેવા સરકારી હોસ્પિટલમાં ગયા હતા. સરકારી હોસ્પિટલમાં રસી ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં રસી લેવા ગયા. ઉલ્લેખનીય છે કે દ્વારકામાં છેલ્લા 4 દિવસમાં 10 લોકોને શ્વાને બચકાં ભર્યા છે.
જ્યારે વાલોડમાં રખડતા શ્વાનનો આતંક પણ જોવા મળ્યો હતો.. જેમા બાજીપુરીમાં હડકાયેલા શ્વાને 10 લોકોને બચકા ભર્યા હતા. જેમા એકને ગંભીર ઇજા પહોંચી છે. જોકે, ઈજાગ્રસ્તને સારવાર અર્થે વ્યારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હાલ હડકાયેલા શ્વાનના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.