May 2, 2024

ઈરાન-ઈઝરાયલ યુદ્ધની શેર માર્કેટમાં અસર, રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યાં

અમદાવાદ: ગ્લોબલ માર્કેટમાં ચાલી રહેલી ચિંતાના કારણે ભારતીય શેર માર્કેટમાં ઘટાડો આવ્યો છે. અઠવાડિયાના પ્રથમ દિવસે શેર માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સવારના બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 727 અંકના ઘટાડા સાથે 73,531.14 અંકના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. આ સમય દરમિયાન બજારમાં મોટા પ્રમાણમાં વેચવાલી ચાલી રહી છે. નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 200 અંકથી વધારે તુટતા 22,315.20ના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. આ ઘટાડાની વચ્ચે શેરમાર્કેટના રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા છે.

આ છે કારણ
ઈરાન અને ઈઝરાયલના તણાવની વચ્ચે શેર માર્કેટ પર અસર જોવા મળી છે. આજના ઘટાડાના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં 5 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 394.68 લાખ પર આવી ગયો છે. ગત અઠવાડિયે શેર માર્કેટ લાલ નિશાન પર કારોબાર કરી રહ્યો છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, એસબીઆઈ, એનટીપીસી, પાવરગ્રિડના શેરમાં સૌથી વધારે નબળાઈ જોવા મળી છે.

આ પણ વાંચો: સરબજીત સિંહના હત્યારાની અજાણ્યા હુમલાખોરો દ્વારા પાકિસ્તાનમાં હત્યા

આ શેરમાં સૌથી વધારે ઘટાડો
સેન્સેક્સની કંપનીઓમાં સન ફાર્મા, મારૂતિ સુઝુકી, પાવર ગ્રિડ, ટાઈટન, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટેક મહિન્દ્રા, લાર્સન એન્ડ ટુબ્રો અને ભારતીય સ્ટેટ બેંકના શેરમાં ઘટાડો જોવા મળે છે. તો ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસેજ અને નેસ્લેના શેર ઘટાડા સાથે બંધ થયું છે. આ પહેલા ગુરૂવારે ઈદ-ઉલ-ફિતરના સમયે બજાર બંધ રહી હતી. તો બુધવારે BSE સેન્સેક્સ 354.45 અંક એટલે કે 0.47 ટકાના વધારા સાથે 75,038.15 પર આવીને બંધ થયું હતું.

એશિયાઈ માર્કેટના હાલ
એશિયાઈ માર્કેટમાં ચૌતરફ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોસ્પી, હેંગસેંગ, શંઘાઈ કંપોજિટ, નિક્કેઈ લાલા નિશાન સાથે આગળ વધી રહ્યું છે. ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે ક્રૂડના ભાવમાં વધારો નેગેટિવ અસર કરી રહ્યો છે.