May 2, 2024

આજે પણ સ્ટોક માર્કેટમાં તેજી, સેન્સેક્સ 75000 નજીક ખૂલ્યો

Stock Market Opening: ભારતીય શેર બજારમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. રિલાઈન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ખરીદીના કારણે બજારામાં સપોર્ટ મળી રહ્યો છે. બેંકિગ શેરમાં પણ તેજી જોવા મળી છે. તો મેટલ અને હિંડાલ્ડોના શેર તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. BSE સેન્સેક્સમાં 270.26 અંક એટલે કે 0.36 ટકાના ઉછાળ સાથે 74,953 પર ખુલ્યું છે. તો નિફ્ટીમાં 77.50 અંક એટલે કે 0.34 ટકાની તેજી સાથે 22,720ના લેવલ પર ખુલ્યું છે.

સેન્સેક્સના શેરની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી 24માં ઉછાળા સાથે અને 6 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતી એરટેલ 1.83 ટકા અને ટાટા સ્ટીલ 1.42 ટકા ઉપર છે. રિલાયન્સ 1.09 ટકા અને બજાજ ફાઇનાન્સ 0.81 ટકા ઉપર છે. કોટક મહિન્દ્રા બેંક 0.77 ટકા અને ટેક મહિન્દ્રા 0.70 ટકા અપ છે.

આ પણ વાંચો: IRCTCની ખાસ જાહેરાત, નવરાત્રિ સમયે ટ્રેનમાં મળશે ફરાળી ભોજન

નિફ્ટીના શેરમાં વધારો
NSE નિફ્ટીના 50 શેરમાંથી 32 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે અને 18 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વધતા શેરોમાં BPCL 1.91 ટકા અને ભારતી એરટેલ 1.76 ટકા ઉપર છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.47 ટકા, હિન્દાલ્કો 1.36 ટકા અને કોલ ઈન્ડિયા 1.23 ટકા પર ટ્રેડ થઈ રહી છે.

માર્કેટ કેપિટલાઇઝેશન અને BSE ના અન્ય આંકડા
હાલમાં BSE પર 3032 શેરનો વેપાર થઈ રહ્યો છે અને 1705 શેરમાં મજબૂતી જોવા મળી રહી છે. 1238 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 89 શેર કોઈ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે. 85 શેરોમાં 52 સપ્તાહની ઊંચી સપાટી જોવા મળી રહી છે અને 5 શેર તેમના એક વર્ષના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. 116 શેર પર અપર સર્કિટ અને 54 શેર પર લોઅર સર્કિટ લાદવામાં આવી છે.