January 23, 2025

IPL 2024: આજે SRH અને CSK વચ્ચે ‘મહામુકાબલો’

IPL 2024: આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાવાની છે. આ મેચનું આયોજન હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ વચ્ચે આજે ટક્કર થવાની છે.

આજે મેદાનમાં ઉતરશે
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજનો દિવસ મહત્વપૂર્ણ અને ખાસ છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ બંને ટીમની ટક્કર થવાની છે. બંને ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન ખુબ સારૂ રહ્યું છે. હૈદરાબાદની ટીમની જો વાત કરવામાં આવે તો આ ટીમે અત્યાર સુધીમાં તમામ પ્રભાવશાળી ખેલાડીઓનો ઉપયોગ કર્યો છે. પરંતુ આ ટીમની તકલીફ એ પડી ગઈ છે કે તેમણે હજુ સુધી વાનિંદુ હસરંગા ટીમ સાથે જોડાઈ શક્યો નથી. ત્યારે આજની મેચમાં ઉમરાન મલિકને તક આપવામાં આવી શકે છે.

આ પણ વાંચો: પંજાબે ભૂલથી ખરીદેલા ખેલાડીએ ખેલ બદલી નાંખ્યો, ટોપ 5માં પહોંચાડ્યું

મેચ બાદ પરત ફરશે
બાંગ્લાદેશી બોલર મુસ્તાફિઝુર રહેમાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આગળની ઘણી મેચ તેઓ રમી શકશે નહીં. તેના સ્થાન પર મેથિસા પથિરાનાને લાવવામાં આવી શકે છે. પોઈન્ટ ટેબલમાં CSK ત્રીજા અને SRH અત્યારે સાતમા સ્થાને છે. હૈદરાબાદ તેની ત્રણ મેચમાંથી માત્ર એક જ જીત્યું છે અને બેમાં હાર્યું છે. જો CSK આજે જીતશે તો તે ટોપ 2માં પહોંચી જશે, જ્યારે હૈદરાબાદની ટીમ જીતશે તો તેની પાસે ટોપ 4માં પહોંચવાની તક મળશે.

CSKની સંભવિત ટીમઃ રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરિલ મિશેલ, શિવમ દુબે, સમીર રિવજી, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મહેશ થેક્ષાના, મથિશા પથિર,ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન)

SRHની સંભવિત ટીમઃ ઉમરાન મલિક, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અબ્દુલ સમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ, ટ્રેવિસ હેડ