December 23, 2024

ભારતના આટલા ખેલાડીઓ Paris Olympicsમાં ભાગ લેશે, IOA એ યાદી જાહેર કરી

Paris olympics 2024: ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ આ મહિનાના અંતમાં યોજાનારા પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતીય ખેલાડીઓની યાદી જાહેર કરી છે. પેરિસ ગેમ્સમાં ભારતના 117 એથ્લેટ ભાગ લેશે, જ્યારે 140 સપોર્ટ સ્ટાફ પણ ઓલિમ્પિકમાં જશે. જોકે શોટ પુટ એથ્લેટ આભા ખુટાનું નામ તેમાં સામેલ નથી. કેન્દ્રીય રમત મંત્રાલયે તેને મંજૂરી આપી દીધી છે.

એથ્લેટિક્સમાં હશે મોટાભાગના ખેલાડીઓ
ખટુઆએ વર્લ્ડ રેન્કિંગના આધારે ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો, પરંતુ તેનું નામ કોઈપણ સ્પષ્ટતા વિના સામેલ કરવામાં આવ્યું નથી. ભારત પેરિસ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં તેની સૌથી મોટી ટુકડી મોકલશે. આ ગેમ્સમાં 29 ભારતીય ખેલાડીઓ મેડલ માટે પડકાર ફેંકશે. જેમાં 11 મહિલા અને 18 પુરૂષો સામેલ છે. આ સિવાય શૂટિંગમાં 21 અને હોકીમાં 19 ખેલાડીઓ આ ગેમ્સમાં ભાગ લેશે. ટેબલ ટેનિસનું પ્રતિનિધિત્વ આઠ ખેલાડીઓ કરશે, જ્યારે બેડમિન્ટનમાં બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ સહિત સાત ખેલાડીઓ હશે.

આ પણ વાંચો: કેવી રીતે કામ કરે છે ઈન્ડિયા પોસ્ટ કૌભાંડ, આ ટિપ્સથી રહો સુરક્ષિત

આ ઉપરાંત આ ગેમ્સમાં કુસ્તીના છ, તીરંદાજીના છ અને બોક્સિંગના છ ખેલાડીઓ ભાગ લેશે. ત્યાં જ ગોલ્ફના ચાર, ટેનિસના ત્રણ, સ્વિમિંગના બે, સેઇલિંગના બે અને ઘોડેસવારી, જુડો, રોઇંગ અને વેઇટ લિફ્ટિંગના એક-એક ખેલાડી આ રમતોમાં ભાગ લેશે. ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં 119 સભ્યોની ટુકડી મોકલી અને ટીમે એક સુવર્ણ સહિત સાત મેડલ જીત્યા હતા, જે ઓલિમ્પિકમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.