February 8, 2025

બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટ લઈને હોટલો હાઉસફૂલ, મકાનો ભાવ આસમાને

Ahmedabad Coldplay Concert: બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટ આગામી 25-26 જાન્યુનાં રોજ થઈ રહ્યો છે. ત્યારે હોટેલના ભાડામાં વધારો જોવા મળ્યો છે. સાથે સાથે હાઉસ રેન્ટમાં પણ ડિમાન્ડ જોવા મળે રહી છે. હોટલના રૂમ ન મળતા હવે ફેન્સ ઘર ભાડે રાખવાનું પણ પ્લાનિંગ કરી રહ્યાં છે તે પણ સ્ટેડિયમ પાસે આવેલ મકાનોમાં. તેનો જ ફાયદો હવે મકાન માલિકો ઉઠાવીને ભાડે આપવાના છે.

આ પણ વાંચો: ગાંધીનગર મનપાનું નાણાંકીય વર્ષ 2025 અને 26 માટે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું

પાણીની સુવિધાઓ આપવામાં આવશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલ સોસાયટીઓમાં અનેક એવા ખાલી મકાનો અથવા તો જે ઘરમાં વધુ રૂમ હોય તેઓ ભાડે આપશે. આ ઘરોમાં હોટેલ જેવી સુવિધાઓ તો નહીં હોય પરંતુ બેડ, વોશરૂમ અને પાણીની સુવિધાઓ આપવામાં આવશે. ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં રહીશ કાંતિભાઈ પરમારે જણાવ્યું હતું કે મારી પાસે પણ એક મકાન છે જેમાં હું તમામ વ્યવસ્થઓ કરી આપવાનો છું અને તે પણ વ્યાજબી ભાવે. તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નાના ઓરડાના પણ લોકો 25000 ભાડું વસૂલ કરી રહ્યા છે. પરંતુ હું વ્યાજબી ભાવે વ્યવસ્થા કરી આપવાનો છું. આ વિસ્તાર લોકો એક દિવસના રૂમનાં 2 થી 5 હજાર ભાડું લઈ રહ્યા છે.