RRની ટીમને ‘પડ્યા ઉપર પાટુ’, આ ખેલાડીને આચારસંહિતાના ભંગ બદલ દંડ
IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચમાં હૈદરાબાદની ટીમની જીત થઈ હતી. આ મેચમાં રાજસ્થાનની હાર થતાની સાથે જ આ સિઝનમાં તેની સફર પુર્ણ થઈ ગઈ છે. રાજસ્થાનની ટીમને હાર નહીં પરંતુ બેવડી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સના આ ખેલાડીને દંડ ફટકારવામાં આવ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.
બેવડી હારનો સામનો
સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલામાં રાજસ્થાનની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ટીમને બેવડી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. શિમરોન હેટમાયરને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ક્વોલિફાયર 2 દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કર્યો હતો. જે બાદ તેને તેની ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે રાજસ્થાની ટીમને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ હતા.
આ પણ વાંચો: IPL 2024 Final Winner: વિજેતા ટીમને આટલું ઈનામ, RCBને પણ મળશે કરોડો
આચાર સંહિતાનું ઉલ્લંઘન
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. હેટમાયરે IPL આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ 1 નો ગુનો કર્યો છે. તેણે દોષ કબૂલ્યો અને મેચ રેફરીની સજા પણ સ્વીકારી હતી. આઉટ થયા બાદ મેદાનમાં અચાનક ભડકવા લાગ્યો હતો. જેને લઈને તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. 14મી ઓવરના ચોથા બોલ પર હેટમાયર અભિષેક શર્માના બોલ પર પોતાની ભાન ભૂલાવી બેઠો હતો. જે બાદ BCCIએ આ ખેલાડીને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સજા કરી છે.